Uncategorized

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે માસ્ક નહીં પહેરવા બદલ એક જ વ્યક્તિને ૧૦ થી વધુ વખત મેમો અપાયા હોય એની યાદી તૈયાર કરાવી દંડ વસૂલવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.*

*રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે માસ્ક નહીં પહેરવા બદલ એક જ વ્યક્તિને ૧૦ થી વધુ વખત મેમો અપાયા હોય એની યાદી તૈયાર કરાવી દંડ વસૂલવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.*

*રાજકોટ શહેર તા.૩૦/૧૨/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરભરમાં લગાવાયેલા C.C.T.V કેમેરા મારફત વોચ રાખીને માસ્ક પહેર્યા વગર ફરતા વાહનચાલકોને તેમના વાહન નંબરના આધારે ઇ-મેમો મોકલવામાં આવે છે. દંડ વસૂલવાની ઝૂંબેશને ઝડપી બનાવવા માસ્કનો મેમો અપાયો હોય એવા વ્યક્તિઓની યાદી તૈયાર કરીને સંબંધિત પોલીસ મથકમાં મોકલી અપાઇ છે. ૧૦ કે તેથી વધુ માસ્ક ભંગના ઈ-મેમો મળ્યા પછી ચલણ ન ભર્યા હોય એવા ૪૫ વાહનચાલક એ.ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેણાંક ધરાવે છે. A.C.P એસ.આર.ટંડેલના માર્ગદર્શન હેઠળ P.I સી.જી.જોષી, P.S.I ભટ્ટ સહિતના સ્ટાફે ઉપરોક્ત યાદી મુજબ, તમામ ૪૫ વ્યક્તિને દિવસ-૨ ની અંદર મેમોની રકમ ભરી જવા નોટિસ ફટકારી હતી. નોટિસ મળ્યા પછી ૪ વાહન ધારક મેમોની રકમ ભરી ગયા છે. જ્યારે દંડની રકમ ભરવાનો ઇન્કાર કરનાર પ નાગરિક સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *