Uncategorized

રાજકોટ શહેર મનીષ દોશીએ આક્ષેપ કર્યો હતો કે C.M.રૂપાણી પાસે રહેલો ગૃહવિભાગ જ ભ્રષ્ટાચારનું A.P સેન્ટર છે.*

*રાજકોટ શહેર મનીષ દોશીએ આક્ષેપ કર્યો હતો કે C.M.રૂપાણી પાસે રહેલો ગૃહવિભાગ જ ભ્રષ્ટાચારનું A.P સેન્ટર છે.*

*રાજકોટ શહેર તા.૧/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર મુખ્યમંત્રી પાસે માહિતીનો અભાવ છે. મુખ્યમંત્રી પાસે રહેલો ગૃહવિભાગ જ ભ્રષ્ટાચારનું A.P સેન્ટર છે. ગુજરાતમાં રોજ કરોડોનો દારૂ ઠલવાઇ રહ્યો છે. ભાજપ સરકાર અને સ્વર્ણિમ સંકુલમાં બેઠેલા લોકોની મીઠી નજર હેઠળ ગુજરાતમાં દારૂ ઠલવાઈ રહ્યો છે, એ હું જવાબદારીપૂર્વક કહું છું. નર્મદા S.P એ પત્ર લખી કહ્યું હતું કે દારૂના ખેપિયાઓને પોલીસ પાયલોટિંગ કરી હેરાફેરી કરે છે. જ્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ ગુજરાતમાં દારૂની પોટલીઓ અને ઠેર ઠેર દારૂનાં ટેન્કરો ઠલવાઈ રહ્યાં છે. એવું નિવેદન આપ્યું હતું. મનીષ દોશીએ કહ્યું હતું કે ચૂંટણી ઢંઢેરામાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવો એને લઈને વોર્ડ વાઇઝ માહિતી મેળવવામાં આવી છે. ટેક્સ વળતર, સમસ્યા નિકાલ, નવા પ્રોજેક્ટોથી સંતુલિત વિકાસ અને વિકેન્દ્રીકરણના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. આ સાથે જ રાજકોટ મનપામાં કોંગ્રેસનું ૫ વર્ષનું શાસન અને ભાજપનું ૧૫ વર્ષના શાસનની બ્લુપ્રિન્ટ લોકો સુધી પહોંચાડવામાં આવશે. રાજકોટમાં શાસન માટેની પ્રતિબદ્ધતાવાળો ચૂંટણી ઢંઢેરોએ અમારી જવાબદારી છે. જેથી ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી ઢંઢેરા સાથે જ પ્રચાર શરૂ કરવામાં આવશે.*

IMG-20210101-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *