*રાજકોટ શહેર પોલીસ કમિશનરની સુચનાથી શહેર ભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો.*
*રાજકોટ શહેર તા.૧/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી રાત્રી કફર્યુ લાગ્યું છે. રાજય સરકારની સ્પષ્ટ સુચના અનુસાર રાત્રી કફર્યુની ચુસ્ત અમલવારી કરાવાઈ રહી છે. કોરોના મહામારીના સમયમાં ૨૦૨૦ની બાય-બાય ઘડીએ કોઈપણ જાહેર પ્રોગ્રામ ન થાય તે માટે રાજકોટ શહેર પોલીસના તમામ અધિકારીઓ ખડેપગે રહ્યા છે. અને બધી જગ્યાએ કડક અમલવારી કરાવી રહ્યા છે. પ્રજાજનોને પણ અપીલ છે કે લોકો કોરોનાથી બચવા સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે. અમે આખા વર્ષનું એનાલીસીસ કર્યું જેમાં રાજકોટ શહેરમાં ગત વર્ષે ગુનાખોરી પણ ઘટી છે. રાજકોટ શહેર સ્માર્ટ સિટી, ગ્રીન સિટી બન્યું છે. તેવી જ રીતે સેફ સીટી તરીકે પણ સંપૂર્ણ રીતે જાહેર થાય તેવી આશા વ્યકત કરી હતી. રાજકોટ શહેર પોલીસે તમામ રાજમાર્ગો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. અને રાત્રીના ૯ વાગ્યા બાદ કારણ વગર આંટાફેરા કરતા લોકો પર ધોસ બોલાવવામાં આવી હતી.


