ગિરગઢડા
ભરત ગંગદેવ…
શ્રાવણના પ્રથમ દિને સોમનાથ ટ્રસ્ટના માન.સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ સાહેબના હસ્તે ધ્વજાપૂજા અને યજ્ઞશાળા ખાતે આજથી શરૂ થનાર મહામૃત્યુંજય જાપ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવેલ. જેમાં ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ, એક્ઝિક્યુટીવ ઓફીસર દિલિપભાઇ ચાવડા સાહેબ સાથે ટેમ્પલ ડી.વાય.એસ.પી એમ.એમ.પરમાર સાહેબ તેમજ તીર્થ પુરોહિતો પણ ઉપસ્થિત રહેલ. ગીર સોમનાથ જીલ્લા પોલિસ દ્વારા મંદિર પરિસમાં પબ્લિક સહાયતા કેન્દ્ર પણ ઉભુ કરવામાં આવેલ છે. જેની મુલાકાત સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ, એક્ઝિક્યુટીવ ઓફીસર દિલિપભાઇ ચાવડા દ્વારા લેવામાં આવેલ.