લુધિયાણા
પંજાબના લુધિયાણામાં ભ્રષ્ટાચારની ફરિયાદો મળતા માન સરકારે પગલાં લીધા. અહીં આજે ઇમ્પ્રૂવમેન્ટના પૂર્વ ચેરમેન સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિજિલન્સ દ્વારા લુધિયાણા ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટમાં થયેલા કૌભાંડોની તપાસ વચ્ચે ટ્રસ્ટના પૂર્વ ચેરમેન અને ઇ.ઓ. સીએમ સામે ફરિયાદ માન સુધી પહોંચી હતી જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પૂર્વ અધ્યક્ષ સહિત ૫ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારની ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિને ધ્યાનમાં રાખીને પંજાબ વિજિલન્સ બ્યુરોએ ગુરુવારે લુધિયાણા ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ (એલઆઇટી)ના ભૂતપૂર્વ અધ્યક્ષ રમણ બાલાસુબ્રમણિયમની સાથે એક્ઝિક્યુટિવ ઓફિસર કુલજીત કૌર, એસ.ડી.ઓ. અંકિત નારંગ નામના ગુનેગારની ધરપકડ કરી. આ સંદર્ભમાં માહિતી આપતા રાજ્ય વિજિલન્સ બ્યુરોના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે બ્યુરોએ ન્.ૈં.્.ના જુનિયર આસિસ્ટન્ટ હરમીત સિંહ અને એક્ઝિક્યુટિવ ઓફિસર કુલજીત કૌર ૧૪ જુલાઈના રોજ લાંચના કેસમાં ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ સંદર્ભે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭, ૭-એ અને ૧૨૦-બી આઈ.પી.સી. પોલીસની તકેદારી હેઠળ લુધિયાણામાં એફ.આઈ.આર. નંબર ૮ તારીખ ૧૪.૦૭.૨૦૨૨ પહેલાથી જ નોંધાયેલ છે. આ બાબતે ફરિયાદી સંત શમશેરસિંહ જાગેડાએ ઝ્રસ્ માનને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ફરિયાદીએ જણાવ્યુ હતુ કે ૧૯૯૯માં તેણે ૨૮૭નો પ્લોટ ફાળવ્યો હતો. જેના માટે તેણે તેના અંગત ખાતામાંથી ૧ લાખ ૪૩ હજાર ૧૪૨ રૂપિયા આપ્યા હતા. કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ આ પ્લોટની રજીસ્ટ્રી નછતરસિંહના નામે કરી દેવામાં આવી હતી. જ્યારે તેણે ફરિયાદ કરી તો તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. ફરિયાદીએ એમ પણ જણાવ્યુ કે આ ગેરરીતિ ઇમ્પ્રૂવમેન્ટના ભૂતપૂર્વ ચેરમેન રમણ બાલા સુબ્રમણ્યમ અને ઈ.ર્ં. કુલજીત કૌર દ્વારા કરવામાં આવી હતી.