Gujarat

જીંજરમાં એસ.ટી. બસ નિયમીત ચલાવવાની માંગ સાથે ગ્રામજનોની ચીમકી

નડિયાદ
મહેમદાવાદના જીંજર ગામ અંતરીયાળ વિસ્તારમાં છેવાડે આવેલ છે. નાનકડા ગામમાં માત્ર પ્રાથમિક શાળા આવેલ હોય માધ્યમિક શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓને નજીક આવેલા ધોડાલી, સોજાલી કે મહેમદાવાદ જવું પડે છે. એસ.ટી. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે મહેમદાવાદથી જીંજર સવાર અને બપોરની બસ દોડાવવામાં આવે છે. જીંજર ગામના ૬૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા એસટી બસમાં અપડાઉન કરે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી સવાર અને બપોરની એસટી બસ અનિયમિત આવતી હોય છે. તેમજ અનેક વાર બસ રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓ કફોડી હાલતમાં મુકાય છે. એસટી બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓને પાસ હોવા છતાં અન્ય રીતે મુસાફરી કરવાની નોબત આવી છે. આ અંગે ડેપ્યુટી સરપંચ યુસુફમિયા અનવરમીયા મલેકે અવાર નવાર એસ.ટી.તંત્રમાં રજૂઆત કરવા છતાં બસો નિયમિતપણે દોડાવવામાં ન આવતાં ગ્રામજનો રોષે ભરાયા છે. એસ.ટી. બસના ધાંધીયાથી વિદ્યાર્થીઓ સમયસર શાળામાં પહોંચી શકતા ન હોઈ શિક્ષણ પર માઠી અસર થઇ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના શૈક્ષણીક ભાવીને ધ્યાનમાં રાખી એસ.ટી.બસ સમયસર અને નિયમિતપણે દોડાવવા માંગ ઉઠી છે.ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જીંજર ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જાેવા મળે છે. ગામમા માધ્યમિક શિક્ષણની કોઈ સુવિધા નથી. આથી ગામના વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે નજીક આવેલા સોજાલી અથવા તો મહેમદાવાદ જવુ પડે છે. રોજબરોજ એસટી બસમાં ગામના લોકો અવરજવર કરે છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી મહેમદાવાદ જીંજર બસ અનિયમિતાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. આ બસ નિયમિતપણે દોડાવવાની માંગણી સાથે ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *