કોસંબા
રોટરી કલબ ઈન્ટરનેશનલના યુથ એક્સેન્જના પ્રોગ્રામ હેઠળ બ્રાઝિલની ૧૭ વર્ષીય કિશોરી કોસંબા ખરચ રોટરી કલબમાં ભારતીય સંસ્કૃતિને સમજવા અને ભણવા માટે એક વર્ષ સુધી કોસંબા ખાતે રહેશે. રોટરી કલબ ઓફ ઈન્ટરનેશનલ વિશ્વના ૩૦ દેશોમાં ફેલાયેલો છે. માત્ર ભારતમાં જ ૪૨૦૦થી વધુ કલબ આવેલા છે. રોટરી કલબ ઓફ ઈન્ટરનેશનલ દ્વારા રોટરી કલબના સભ્યોના સંતાનો તેમજ રોટરીની યુવા પાંખ ઈન્ટ્રેક્ટ કલબના મેમ્બરો અલગ અલગ દેશની સંસ્કૃતિને સમજે અને તેમની રીત-ભાત અપનાવે. વિશ્વની એક કુટુંબની માફક બનાવી જીવે તે માટે જુથ એક્સચેન્જ પ્રોગ્રામ ચલાવે છે. જેમાં એક દેશના બાળકો બીજા દેશમાં જાય છે. અને ત્યાં વધુમાં વધુ એક વર્ષ સુધી રોકાય છે. ત્યાં પોતાનું શિક્ષણ કાર્ય કરે છે. તે દેશની રીત-ભાત, સંસ્કૃતિને માણવાનો સમાજનો પ્રયત્ન કરે છે. આ એક્સચેન્જ યુથ પ્રોગ્રામ હેઠળ બ્રાઝીલની જીઓવાના સુઝિન સ્પિનેલો ૩૧મી જુલાઈના રોજ કોસંબા ખરચ રોટરી કલબની મહેમાન બનીને આવશે, કોસંબા ખાતે રોટરી કલબના સભ્યોના ઘરે એક વર્ષ સુધી રોકાય આદિત્ય બિરલા પબ્લીક સ્કુલ ખરચ ખાતે ધોરણ ૧૧ સાયન્સમાં બાયોલોજીના વિષયમાં પોતાનું શૈક્ષણિક કાર્ય આગળ વધાવશે, અને રોટરી કલબના સભ્યો સાથે તે ભારતીય સંસ્કૃતિને સમાજવાનો પ્રયત્ન કરશે અને વર્ષ દરમિયાન તેને અપનાવશે. જીઓવાના સુઝિન સ્પિનેલોનાઓએ ચાર દેશોમાંથી ભારત અને ભારતના ૪૦૦૦થી વધુ ક્લબમાંથી કોસંબા રોટરી કલબની પસંદગી કરી છે. આ વિસ્તાર માટે આ વિદેશી મહેમાનની પધરામણી ઉત્સાહ જનક અને ગર્વ સમાન છે. જીઓઆના બ્રાઝીલમાં રહે છે. તે તેના માતા પિતાના સંતાનમાં સૌથી નાની છે. ત્રણ બહેનો ડોક્ટર છે અને પોતે પણ ડોક્ટર બનવાનું સ્વપ્ન રાખે છે. જેથી તે અહીં પણ બાયોલોજીના વિષયના પસંદગી ભણવા માટે કરી છે.
