*રાજકોટ શહેર ગોંડલ રોડ માલધારી સોસાયટી પાસેથી સોલ્વન્ટના શખ્સને દેશી બનાવટની પિસ્ટલ સાથે દબોચી લેતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ.*
*રાજકોટ શહેર તા.૩૧/૧૨/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.વી.રબારી અને તેમની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પ્રતાપસિંહ ઝાલા, એભલભાઈ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે જે.પી.મેવાડા, હરદેવસિંહ જાડેજા, સોકતભાઈ ખોરમને સાથે રાખીને ગોંડલ રોડ ઉપર આવેલ માલધારી ફાટક પાસેથી કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા ઈરફાન સત્તારભાઈ કુરેશી જાતે.સંધી ઉ.૩૨ નામના ફ્રૂટના વેપારીને સકંજામાં લઇ જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવતા ૧૦,૦૦૦ ની પિસ્ટલ કબ્જે કરી ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ શખ્સ અગાઉ હત્યાની કોશિષ, જુગાર સહીત ૪ ગુનાઓમાં પકડાઈ ચુક્યો હોય દુશ્મનાવટ ચાલતી હોવાથી હથિયાર રાખતો હોવાનું જાણવા મળ્યું છે. હથિયાર કોની પાસેથી લીધું હતું તે જાણવા તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી, એમ.વી.રબારી, પ્રતાપસિંહ ઝાલા, જે.પી.મેવાડા, હરદેવસિંહ જાડેજા, એભલભાઈ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા, સોકતભાઇ ખોરમ. નાઓએ કામગીરી કરેલ હોય.*



