Gujarat

કઠલાલ ના ભાનેર આઈટીઆઈ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ભાનેર ખાતે આઇટીઆઇ માં રોજગાર ભરતી મેળો યોજાયો હતો.આ મેળામાં જેસીબી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ,લીડ રિકલેઈમ રબર પ્રાઇવેટ લિમિટેડ,હિપોગ્રીન ઇલેક્ટ્રોનિક્સ તથા pinaxis હાઇટેક કંપનીઓ ઉપસ્થિત રહી હતી.આ કાર્યક્રમમાં એપ્રેન્ટીસ એવરનેસ પ્રોગ્રામ તેમજ રોજગાર લક્ષી તાલીમ અને મતદાર જાગૃતિ અભિયાનના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા .આઈટીઆઈ ભાનેરના આચાર્ય રાજશ્રી.આર.કુમારે જણાવ્યું હતું કે આ રોજગાર મેળામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સહિત 110 જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં એપ્રેન્ટીસ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન ની કામગીરી પણ કરવામાં આવી હતી.આઈટીઆઈ માં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓને રોજગાર લક્ષી સુવિધા મળી રહે અને તેઓને રોજગાર મળે તેવા ઉદ્દેશ્યથી આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

IMG-20220730-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *