*રાજકોટ શહેર વિરાણી હાઈસ્કૂલમાં શાળાના પ્રાર્થનાખંડમાં કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શાંતિ યજ્ઞનું આયોજન કરાયું હતું.*
*રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર વિરાણી હાઈસ્કૂલમાં શાળાના પ્રાર્થનાખંડમાં ૩૧મી ડિસેમ્બરના રોજ કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શાંતિ માટે તેમજ કોરોના વોરિયર્સના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે તેમજ વર્ષ-૨૦૨૧ના વર્ષમાં સમગ્ર વિશ્વમાંથી કોરોનાની વિદાય થાય તે માટે વિશ્વ કલ્યાણ અર્થે એક શાંતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. આ દિવસે વિરાણી સ્કૂલના શાળા કર્મચારી તથા સેવાર્થી દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદોને મદદ કરવાના હેતુથી ૫૦૧ ધાબળાનું કલેક્શન કરવામાં આવ્યું હતું. જે વિતરણ માટે રાજકોટની જાણીતી સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબને અર્પણ કરવામાં આવ્યા હતા.*


