ગુજરાતભરની સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ના પ્રવેશને લઈ સતત ઘટાડો થતો જોવા મળે છે. તેને જ કારણે ગુજરાત ભરની અનેક સ્કૂલો બંધ થવાના આરે જવા પામી છે. તેની વચ્ચે સામાન્ય પરિસ્થિતિમાં જીવતા ગરીબ મા બાપના બાળકો નું ભણતર રજડી પડતું નજરે આવી રહ્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકા શાસિત વંથલી નગર પંચાયત હાઇસ્કુલ માં પણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સંખ્યા ઘટી હોવાને કારણે વર્ગ ઘટાડાની સમસ્યા ઊભી થઈ છે ત્યારે વર્ગ ઘટાડાને લીધે અનેક વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે સતત વિદ્યાર્થીઓના પ્રવેશને લઈ ઘટાડો થવાને કારણે આવનાર દિવસોમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ જ નહીં રહે તો નગર પંચાયત હાઇસ્કુલ વંથલી પણ આવનાર દિવસોમાં બંધ થઈ શકે છે. ત્યારે સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ પ્રવેશ મેળવી પોતાની કારકિર્દી અને ઉજવળ ભવિષ્ય બનાવે તેવા એકમાત્ર હેતુથી આજરોજ વંથલી નગરપાલિકા શાસિત વંથલી નગર પંચાયત હાઇસ્કુલ દ્વારા શાળાના આચાર્ય, શિક્ષક ગણ અને સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ચલો સ્કૂલ કી ઓર, અને ચલો સ્કૂલ ચલે ના સૂત્ર સાથે વંથલી શહેરના મુખ્ય માર્ગ પર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સૂત્રોચાર સાથે મોટી સંખ્યામાં જોડાઈ રેલીને સફળ બનાવી હતી.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

