મુંબઈ
મારુતિ સુઝુકી બે નવા મોડલ – નેક્સ્ટ જેન અલ્ટો અને ન્યુ ગ્રાન્ડ વિટારા એસયુવી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નવી અલ્ટો ૧૮ ઓગસ્ટે લોન્ચ થશે, તો ન્યૂ ગ્રાન્ડ વિટારા સપ્ટેમ્બર ૨૦૨૨માં વેચાણ માટે માર્કેટમાં ઉપલબ્ધ થશે. મારુતિ સુઝુકી નવી એસયુવી (જીેંફ), હેચબેક અને ઇલેક્ટ્રિક એસયુવી સહિત અનેક નવા મોડલ પર કામ કરી રહી છે. નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટનું ટેસ્ટિંગ – સ્જીૈંન્ બે બ્રાન્ડ ન્યૂ કોમ્પેક્ટ જીેંફ ડિઝાઇન કરી રહી છે, જેમાં એક ઓલ-ન્યૂ રૂ્મ્ જીેંફ કૂપે અને જિમી લાઇફસ્ટાઇલ જીેંફ સામેલ છે. સ્વિફ્ટ હેચબેકને પણ ૨૦૨૩માં ન્યૂ જનરેશન મોડલ તરીકે લોન્ચ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે સુઝુકીએ વિદેશોમાં પણ નેક્સ્ટ જેન સ્વિફ્ટનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. ભારતમાં આ હેચબેકની પહેલી ઝલક જાન્યુઆરી ૨૦૨૩માં થનારા ઓટો એક્સપોમાં જાેવા મળી શકે છે. કેવા હોઇ શકે છે સંભવિત ફીચર્સ? નેક્સ્ટ-જનરેશન સુઝુકી સ્વિફ્ટને હાર્ટેક્ટ પ્લેટફોર્મના અપડેટેડ મોડલ પર બનાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે નવું મોડલ ઘણા પ્રીમિયમ ફીચર્સથી સજ્જ હશે. અહેવાલો છે કે નવી સ્વિફ્ટ મિલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે આવશે. આ હેચબેક ૧.૨ લીટર દ્ભ૧૨દ્ગ ડ્યુઅલ જેટ પેટ્રોલ એન્જિન સાથે આવી શકે છે જે ૮૯હ્વરॅ પાવર અને ૧૧૩દ્ગદ્બ ટોર્ક જનરેટર માટે બેસ્ટ છે. આ કારમાં મેન્યુઅલ અને એએમટી બંને ગિયરબોક્સ આપવામાં આવી શકે છે. ભારતીય બજાર માટે તૈયાર કરવામાં આવનાર મોડલને સીએનજીની સાથે જ બજારમાં પણ લોન્ચ કરી શકાય છે. સ્પોર્ટ મોડેલ નવા ૧.૪ન્ બૂસ્ટરજેટ પેટ્રોલ એન્જિન સાથે આવશે. સ્જીૈંન્ ૨૦૨૩માં દેશમાં લોંગ-વ્હીલબેઝ ૫-ડોર જિમ્ની લાઇફસ્ટાઇલ જીેંફ લોન્ચ કરશે. નવી સુઝુકી જિમ્ની ન્ઉમ્ વર્ઝન ૩-ડોર સિએરા લાઇફસ્ટાઇલ જીેંફ પર આધારિત છે, જે પસંદગીના આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાણ માટે છે. જીેંફના વ્હીલબેઝ ૩૦૦ મીમી લાંબા હશે અને લંબાઈ ૩૦૦ મીમી સુધી વધારવામાં આવશે. ભારતમાં પોપ્યુલર છે મારૂતિ સ્વિફ્ટ – મારુતિ સ્વિફ્ટ ભારતમાં ઘણી લોકપ્રિય છે. તેને દરેક જનરેશનના લોકો ખૂબ પસંદ કરે છે. મારુતિની નવી વેગનાર અને બલેનો લોન્ચ થયા બાદ સ્વિફ્ટની ડિમાન્ડમાં થોડો ઘટાડો જાેવા મળ્યો છે. પરંતુ હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે મારૂતિ પોતાની નવી સ્વિફ્ટને વધુ પ્રીમિયમ સ્ટાઇલ સાથે લોન્ચ કરશે.

