Gujarat

આણંદમાં અજાણ્યા આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

આણંદ
આણંદ શહેરના મિનરવા ગેસ્ટ હાઉસ પાસેના એક ખાંચો કે જ્યાંથી મહાવીર ઝૂંપડપટ્ટી તરફ જવાય છે તે રોડ પર આવેલી એક સર્વોદય દુકાનના પગથિયાં પર આધેડ બેસેલો સીસીટીવી ફૂટેજમાં જાેવા મળ્યો હતો. તેની પાસે કોઈ અજાણ્યો શખસ પણ હતો. દરમિયાન, તે બેઠેલો હતો. એ પછી અચાનક તે ઢળી પડ્યો હતો. ઘટના બની એ પછી તેની સાથેના અજાણ્યો શખસનો કોઈ પતો મળ્યો નહોતો. જાેકે, ઝૂંપડપટ્ટીથી દૂર તે બેભાન હાલતમાં મળી આવતાં જ સ્થાનિકોએ તેના પર પાણી છાંટી તેને ભાનમાં લાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ન જાગતાં પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરતાં તે મૃત હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેને પગલે તેના મૃતદેહને શહેરની મિનિ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જેનું પોસ્ટમોર્ટમ કરાશે. અજાણ્યો આધેડ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરંતુ તેના મોતનું કારણ જાણી શકાયું નથી. જાેકે, સમગ્ર ઘટના બાબતે કોઈ ઈસમે દારૂ પીવાથી મૃત્યુ પામ્યો હોવાનું જણાવી અફવા ફેલાવી હતી. જેને પગલે હાલમાં અફવા ફેલાવનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે. હાલમાં તેના વાલી-વારસને શોધી રહ્યા છીએ. તેનું પીએમ કરાશે એ પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. જાેકે, સમગ્ર ઘટનામાં પોલીસની કાર્યવાહી જ શંકાના ઘેરામાં આવી ગઈ છે. કારણ કે, પોલીસે સ્થાનિકોને મીડિયાથી અંતર રાખવા ધમકાવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અફવા ફેલાવનાર વિરૂદ્ધ કાર્યવાહી જરૂરી છે, પરંતુ તેનાથી વધુ હાલના સંજાેગોમાં જાેતાં મૃત્યુનું કારણ જાણવું પણ એટલું જ જરૂરી છે. જાેકે, મૃત્યુનું કારણ જાણવા કરતાં પોલીસને અફવા ફેલાવનારા વિરૂદ્ધ કાર્યવાહીની ઉતાવળ હોય તેવું સમગ્ર ઘટનાક્રમ પરથી જણાઈ રહ્યું છે.અમદાવાદ જિલ્લાના બરવાળામાં લઠ્ઠાકાંડ થયા બાદ દેશી અને વિદેશી દારૂના અડ્ડા પર પોલીસ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આણંદ શહેરમાં દારૂ માટે કુખ્યાત એવી મહાવીર ઝૂંપડપટ્ટીથી ૧૦૦ મીટર દૂરથી એક અજાણ્યા આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જાેકે, ઘટનાને પગલે શહેર પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને મૃતદેહને આણંદ શહેરની મિનિ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જાેકે, સમગ્ર ઘટના શહેરમાં વાયુવેગે ફેલાતાં પોલીસ દ્વારા ઢાંકપિછોડો કરવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા. જેને પગલે અજાણ્યા આધેડનું મૃત્યુ શાનાથી થયું છે તે બહાર આવી શક્યું નહોતું.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *