*રાજકોટ શહેર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ.૧૧૨.૩૧ કરોડના જુદા જુદા વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.*
*રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્તામંડળ દ્વારા પરશુરામ મંદિર ધામ પાસે, રૈયા ગામ પાછળ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ.૧૧૨.૩૧ કરોડના જુદા જુદા વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ લડત કરી દેશનો વિકાસ અટકાવવા નથી દિધો. નવું વર્ષ ૨૦૨૧ વિકાસનું હરણફાળ ભરનારું વર્ષ હશે. બે માસમાં ગુજરાતે વિશ્વકક્ષાએ ગૌરવ પ્રાપ્ત કરાતા પ્રોજેક્ટ સાકાર કર્યા છે. માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા કચ્છ રીન્યુઅલ ઉર્જા પાર્ક, એશિયાનો સૌથી મોટો રોપ-વે, સમગ્ર દેશમાં કિશાન સૂર્યોદય યોજના આપતું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું. ખેડૂતોના હિત માટે પ્રધાનમંત્રી દ્વારા ૧૦૫૫ ગામોમાં દિવસે લાઈટ આપવાની વ્યવસ્થા કરી જેનાથી ખેડૂતો રાત્રે આરામ કરી શકે. હવે ૨૫૦૦ ગામોમાં દિવસે લાઈટ આપવાનો પ્રોજેક્ટ કાર્યરત કરેલ છે જે જ્યોતિગ્રામ પછીની સૌથી મોટી યોજના છે. આપણા દેશના માન. પ્રધાનમંત્રીએ ભારતમાં પ્રથમ રો-રો ફેરી સુરત થી ભાવનગર વચ્ચે શરૂ કરાવી તેમજ સી-પ્લેન શરૂ કરતુ રાજ્ય ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ બન્યું હતું. ગુજરાત રહેવાલાયક અને જીવવાલાયક રાજ્ય બની રહે તે માટે કડક કાયદાઓ અમલમાં મુક્યા છે. લેન્ડ ગ્રેબિંગ સામે કડક કાયદો, દારૂબંધીનો કડક અમલ અને કાયદાનો ભંગ કરનાર સામે કડક પગલા, સામાજિક સુરક્ષા, ગુંડા સામે કાર્યવાહી વગેરે જેવા પ્રયાસો સતત થઇ રહ્યા છે. તો ગૌ વંશ હત્યા અટકાવવા માટે પણ કડક કાનૂન લાગુ કરવામાં આવેલ છે. તેથી ગૌવંશ હત્યા અટકી છે. ગુજરાત હવે ગાંધી અને સરદારનું રાજ્ય બન્યું છે. અત્યારે સમગ્ર રાજ્યમાં ૧૦,૦૦૦ જેટલા C.C.T.V કેમેરા સ્થાપી અસામાજિક તત્વો પર લગામ મૂકી છે. ભ્રષ્ટાચાર પર પણ લગામ લગાવવા એન્ટી કરપ્શન યુનિટને વધુ સાધનો અને સુવિધાઓથી સજ્જ કરવામાં આવેલ છે. અગાઉ ગુંડાઓથી ઓળખાતું રાજ્ય આજે હવે ગાંધી અને સરદારના રાજ્ય તરીકે ઓળખાય છે.*


