પાટણ
સાંતલપુર તાલુકાના પર ગામના એક ખેતરમાં કોઈ અજાણ્યા યુવકની કોહવાયેલી હાલતમાં ગળાફાંસો ખાધેલી લાશ લટકતી હોવાની જાણ થતાં લોકોનાં ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ બાબતે સાંતલપુર પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામુ કરી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાનની લાશ નજીકથી એક મોબાઇલ અને પસૅ પણ મળી આવ્યું હોય પોલીસે મૃતકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે, તે બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પર ગામના ખેતરમાંથી કોઈ અજાણ્યા યુવકની કોહવાયેલી હાલતમાં ગળાફાંસો ખાધેલી સ્થિતિમાં લાશ મળી આવી હોવાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસે ઘટનાનાં પગલે સ્થળ પર દોડી જઇ લાશનું પંચનામુ કરી પીએમ માટે ખસેડી આગળની તજવીજ હાથ ધરી છે.

