*પ્રેસનોટ*
*તા-૦૪-૦૧-૨૦૨૦*
બાલાશીનોર પો સ્ટે ફ.ગુ.ર.નં. ૯૩૭/૨૦૨૦ IPC ૩૬૩,૩૬૬ના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર.
પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાકેશ બારોટ સાહેબ નાઓએ જીલ્લામાં અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ તથા પો.સ.ઇ શ્રી.એમ.કે.માલવીયા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરેલ..
દરમ્યાન *એલ.સી.બી પોલીસ ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ* કે બાલાશીનોર પો.સ્ટે ફ.ગુ.ર.નં.૯૩૭/૨૦૨૦ IPC ૩૬૩,૩૬૬ ના કામે ભોગ બનનાર તથા *આરોપી પ્રવીણભાઇ ઉર્ફે જગો ફુલાભાઇ પરમાર રહે નવામુવાડા તાબે જોધપુર તા-વિરપુર જી-મહીસાગર* નાનો હાલ ભોગ બનનાર સાથે મોરબી જીલ્લા ખાતે આવેલ જેતપુર રોડ મેલડી હોટલ પાવડીયારી ગામે મજુરી કામ કરે છે તેવી હકીકત અધારે એલ.સી.બી. સ્ટાફ્ના માણસોની ટીમની રચના કરી ઉપરોક્ત સરનામે તપાસમાં જવા રવાના કરેલ અને ઉપરોક્ત જગ્યાએ જઇ તપાસ કરતા આ કામે ભોગ બનનાર આરોપી સાથે મળી આવેલ જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી ભોગ બનનાર તથા તેની સાથે મળી આવેલ આરોપીને હસ્તગત કરી લઇ આવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાશીનોર પો સ્ટે સોપવામાં આવેલ છે.
• આ કામગીરી *મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા તથા પો.સ.ઇ શ્રી.એમ.કે.માલવીયા તથા એ.એસ.આઇ. અમરસિંહ માનસિંહ તથા અ.હે.કો રાજેશભાઇ કોદરભાઇ તથા આ.પો.કો.મનીષકુમાર નરેન્દ્રસિંહ તથા વુ.પો.કો.હંષાબેન કેશવભાઇ તથા ડ્રા.પો.કો.લક્ષ્મણસિંહ દલપતસિંહ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ રાજુ કારીયા વડીયા


