બગસરા શહેરના વિવિધ વિસ્તારોમા છેલ્લા પાંચ છ દિવસથી એક ખૂટ્યો આંતક મચાવતા અનેક લોકોને ઇજા પહોંચાડીનું સામે આવ્યુ છે તેવા સમયે ત્યાના સ્થાનિક લોકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદય નસીતને જાણ કરતા ચીફ ઓફિસરે આ ઘટનાની ગંભીરતા સમજીને નગરપાલિકાના ફાયર ફાઈટર જવાન દીપકભાઈ કુંભાર સહિતના સ્ટાફને આ ઘટનાની હકીકત જણાવીને આ ખુટીયાને ઝડપી પાડવા સૂચના આપેલ હોય જે અન્વય છેલ્લા ૨૪ કલાકથી નગરપાલિકાના ફાયર ફાઈટરના સ્ટાફ દ્વારા ખુટીયાને ઝડપી પાડવા ક્વાયત હાથ ધરેલ પરંતુ ખુટીયો ચાલાક હોય રાત્રે બસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયો ન હોય ફરી સવારે ઝડપી પાડવા સતત પ્રયાસો કર્યા હતા પરંતુ ખુટીયો પણ સાલાક હોય હાથમાં આવતો ન હોય જેથી તેમણે પશુ ડોક્ટરનો સહયોગ લયને ખુટીયાને બેભાન હાલત કરીને તેને પકડીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો જેથી શહેરમાં અન્ય લોકોને ઈજા ન કરે તેની ખાસ તકેદારી લેવામાં આવતી જેથી શહેરના લોકોએ પણ હાલ રાહતનો શ્વાસ લીધો હતો અને નગરપાલિકાના ફાયર ફાઈટર સ્ટાફ અને ચીફ ઓફિસરનો આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટર રાજુ કારીયા વડીયા




