જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા રાજ્ય કક્ષા કલા મહાકુંભ અંતર્ગત ભજન/લોકગીત સ્પર્ધા તા.૫-૧-૨૦૨૧ના રોજ બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરીયમ હોલ ખાતે યોજાશે. જેમાં વિવિધ જિલ્લામાંથી ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ્ અને ૨૧ થી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજુથના કુલ ૪૦ કલાકારોની ટીમ ભાગ લેનાર છે.
રાજ્યકક્ષાની ગાયન ભજન/લોકગીત સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા.૨૫૦૦૦, દ્વિતીય વિજેતાને રૂા.૧૫૦૦૦ અને તૃતીય વિજેતાને રૂા.૧૦૦૦૦ એમ ત્રણ ઇનામો અને બાકી અન્ય સાત વિજેતાઓને રૂા.૫૦૦૦ પ્રત્યેકને આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.
