Gujarat

દહેગામ-રખીયાલ હાઈવે પર ટ્રકચાલકને અન્ય ટ્રકે ટક્કર મારતા મોત

ગાંધીનગર
રાજકોટના ઉપલેટા ખાતે રહેતો ખીમાનંદ આહીર લેલન ગાડીમાં કંન્ડક્ટર તરીકે છ દિવસથી નોકરી કરી રહ્યો છે. જ્યારે ગાડીમાં ધોળાજી તાલુકાના અનીલભાઈ બાબુલાલ ગજ્જર ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. ડ્રાઇવર-ક્લીનર ગાંધીનગરના અડાલજ ખાતેથી પેપર રોલ ખાલી કરી દહેગામના અહમદપુરા ગામ ખાતે આવેલ અમરદીપ કોલ્ડ સ્ટોરેજમાં બટાકા ભરવા જવા માટે નીકળ્યા હતા. દહેગામ શહે૨ વટાવી અહમદપુરા જતા હતા. તે દરમિયાન દહેગામ રખીયાલ હાઇવે ઉપર આવેલા પરમેશ્વર કોલ્ડ સ્ટોરેજ આગળ જતા અમરદીપ કોલ્ડ સ્ટોરેજનું સરનામુ પુછવા ડ્રાઈવર અનીલ નીચે ઉતર્યો હતો અને કલીનર ખીમાનંદ ગાડીનો કાચ સાફ કરતો હતો. થોડીક વાર રહી ડ્રાઇવર હાઇવે ઉપર આવેલ છાપરે જઈ સરનામું પૂછીને પરત ટ્રક પાસે આવ્યો હતો. ત્યારબાદ ડ્રાઇવર લઘુશંકા કરીને આવું કહીને રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન રખીયાલ તરફથી એક ટ્રકનો ચાલક પોતાની ટ્રક પુરઝડપે હંકારી લાવી ડ્રાઈવર અનીલને ટક્કર મારી નાસી ગયો હતો. જેનાં કારણે ડ્રાઇવરને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત થતાં જ ક્લીનર કાચ સાફ કરતાં કરતાં નીચે ઉતર્યો હતો. આ અકસ્માત થવાથી આજુબાજુમાંથી ઘણા બધા માણસો ભેગા થઇ ગયા હતા. બનાવની જાણ થતાં દહેગામ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.દહેગામ-રખીયાલ હાઇવે ઉપર કોલ્ડ સ્ટોરેજનું સરનામું પૂછવા માટે નીચે ઉતરેલા ટ્રકના ડ્રાઇવરને રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યો ટ્રક ચાલક અડફેટ મારીને ફરાર થઈ ગયો હતો. જેનાં કારણે ડ્રાઇવરનું ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર મોત નીપજ્યું હતું. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *