ઊના બાયપાસ રોડ પર યાજપુરનો યુવાન ખાલી ટ્રેક્ટર ટ્રોલી લઇ પથ્થર ભરવા માટે વહેલી સવારે જતાં હતા. ત્યારે ટ્રેક્ટરનું સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મોત નિપજતાં પરીવારમાં શોકનું મોજુ ફળી વળ્યુ હતું.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ યાજપુર ગામે રહેતા અને ડ્રાઇવીંગ કામ કરતા લખમણભાઇ દેવાયતભાઇ ચૈહાણ પોતે ટ્રેક્ટર નં.જી.જે. ૧૧ એડી ૫૭૦૮ ચલાવી ઓલવાણ ગામે પથ્થર ભરવા જતાં હતા. ત્યારે ઉના થી ૩ કિ.મી.દૂર બાયપાસ રોડ પર અચાનક ટ્રેક્ટરનું સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર રસ્તાની સાઇડમાં ઉતરી ગયેલ. જેથી ટ્રેક્ટર પરથી લખમણભાઇ ફંગોળાઇ જતાં નિચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા લોહીલોહાણ હાલતમાં ઢળી પડેલ હોય ઇમરજન્સી ૧૦૮માં સારવાર અર્થે તાત્કાલીક ઉના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ પરંતુ સારવાર મળે તે પહેલાજ યુવાનનું મોત નિપજ્યુ હતું. જોકે આ અકસ્માતની ઘટના બનતા ટ્રેક્ટર અને ટ્રોલી અલગ પડી ગયેલ હતી. અને હોસ્પીટલે પી એમ અર્થે ખસેડાયેલ હોય આ બનાવની જાણ તેમના પરીવારોમાં થતાં તાત્કાલીક હોસ્પીટલે દોડી ગયેલા હતા. આ અકસ્માતની ઘટનામાં યુવાનના મોત નિપજતા પરીવારજનોમાં શોક પ્રસરી ગયેલ હતો. આ અંગે પોલીસમાં ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

