Gujarat

શાપર વેરાવળ પોલીસની હોટેલના કારીગરો પણ ગજબની બર્બરતા !! દારૂના વીડિયો શેર કર્યા એટલે પોલીસ શેર થઈને તૂટી પડી

ઇજાગ્રસ્તો પોલીસની બીકથી રાજકોટને બદલે ધોરાજી દવાખાને લીધી સારવાર
પોલીસનું અમાનવીય કૃત્ય : પોલીસમેનોને સસ્પેન્ડ કરો : એડવોકેટ સંજય પંડિત
રાજકોટ નજીકના સાપર વેરાવળમાં બેફામ દેશી દારૂના હાટડાના સોશિયલ મીડિયામાં વહેતા થયેલા વીડિયોને ફોરવર્ડ કરનાર સાપરની મસ્ત હોટલના માણસોને સાપર પોલીસે બર્બરતા પૂર્વક  માર મારતા પોલીસ મારનો ભોગ બનેલા યુવાનોએ રાજકોટ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે.
 બીજી બાજુ રાજકોટના જાણીતા એડવોકેટ સંજય પંડિત દ્વારા પણ શાપર પોલીસનની બર્બરતાનો વિરોધ કરીને તાત્કાલિક કસુરવાર પોલીસમેનોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગણી કરી છે.
 આ બાબતે મળતી વિગતો મુજબ રાજકોટ નજીકના સાપર વેરાવળમાં ઔદ્યોગિક વિસ્તાર આવેલો હોય અહીં પરપ્રાંતિય મજૂરોનો પ્રમાણ વધુ છે. એ કારણે શાપર વેરાવળમાં બેફામ ચારે બાજુ દેશી દારૂના હાટડા ખુલી ગયા છે. દારૂના બુટલેગરો પણ પોલીસના ભય વગર ખુલ્લા મેદાનમાં દારૂની પોટલીઓ વેચી રહ્યા છે. જો કોઈ તેનો વિરોધ કરે તો દારૂના બુટલેગરો કહે છે કે અમે સાપર વેરાવળ પોલીસને ધરાઈ જાય તેટલા પૈસા આપીએ છીએ. અમારો ધંધો કોઈ બંધ કરાવી શકશે નહીં.
 બુટલેગરની આવી દાદાગીરીથી શાંત લોકો ધ્રુજી રહ્યા છે. દારૂની બદીમાં અનેક યુવાધન બરબાદ થઈ રહ્યું છે. અગાઉ શાપરમાં ચાલતા દેશી દારૂના ધંધા બાબતે અનેક અખબારી અહેવાલો પછી પણ રાજકોટ જિલ્લા પોલીસવડા ના જાણે ચારેય હાથ સાપર વેરાવળ પોલીસ ઉપર હોવાનું સાબિત થઈ રહ્યું છે.
 નવા આવેલા જિલ્લા પોલીસવડા કહેવાય છે કે કડક અમલદાર છે. પરંતુ સાપર પોલીસ સામે પગલાં ભરવામાં તેઓ કેમ ખચકાય છે તેઓ જાગૃત લોકોનો પ્રશ્ન છે.
 લાજવા ને બદલે ગાજેલી શાપર વેરાવળ પોલીસની સામાન્ય માણસો પર ગુજરાયેલી બર્બરતા  વિશે જોઈએ તો સાપર વેરાવળમાં મસ્ત નામની નોનવેજની હોટલમાં મજૂરી કરતા જાવેદભાઈ ઈબ્રાહીમભાઇ ગુજર અને તેમના ત્રણ ચાર માણસોને બે દિવસ પહેલા  રાત્રીના શાપર વેરાવળ પોલીસના પ્રભાતભાઈ, યોગીભાઈ અને બે અજાણ્યા પોલીસમેનોએ હોટેલમાં ઘૂસી જઈને બેરહેમી  પૂર્વક લાકડી વડે માર મારતા પોલીસ મારના દ્રશ્યો જોનારા લોકોના રુવાડા પણ ઊભા થઈ ગયા હતા.
 મસ્ત હોટલના માણસો જ્યારે કોઈ આંતકવાદી હોય તેવી રીતે  સાપર વેરાવળની પોલીસ લાકડી વખતે માર મારતી હતી. આ બાબતે જાવીદભાઈ ગુજરે કહ્યું કે થોડા દિવસો પહેલા સાપર વેરાવળમાં વેચાતા દેશી દારૂના હાટડાના વિડીયો સોશિયલ મીડિયામાં તેમણે ફોરવર્ડ કર્યા હતા. આ વાતનો ખાર રાખીને પોલીસે તેમના ઉપર તેમજ તેમના ત્રણ સાથે કર્મચારીઓ પર લાકડી વડે તૂટી પડી હતી.
બોક્સ
તારી હોટલ ચાલવા લાગી દઈએ…
જાવેદ ઈબ્રાહીમ ગુજરે પત્રકારોને જણાવ્યું હતું કે જ્યારે શાપર વેરાવળ પોલીસ તેમના પણ બર્બરતા  ગુજારી રહી હતી ત્યારે પોલીસ બોલતી હતી કે તારી હોટલ ચાલવા નહીં દઈએ. સમાચારો ફોરવર્ડ કરવાનો બહુ શોખ છે ને તો હવે હોટલ ચલાવી લેજો. પોલીસની આવી ધમકીથી તેઓ ભાગતા ફરે છે. રાત્રિના 11:00 વાગે હોટલ બંધ કરી દીધી હોવા છતાં પોલીસે હોટલમાં તેમના પર અત્યાચાર ગુજારીયો હતો.
બોક્સ :
કેટલા વાગ્યા ? કહી પોલીસે આચરી બર્બરતા
 નવાજ યાકુબ બેલીમ નામના હોટલના કારીગરે કહ્યું કે તેઓએ રાત્રે 11:00 વાગે હોટલ બંધ કરી દીધી હતી છતાં પોલીસ કેટલા વાગ્યા કેટલા વાગ્યા એવું પૂછીને તેમના સહિતના સ્ટાફને ઢોર માર મારતી હતી. તેમના આક્ષેપ મુજબ સાપર વેરાવળના પોલીસમેનો  કેફી પ્રવાહી પીધેલી હાલતમાં દેખાતા હતા. પોલીસ મારનો ભોગ બનેલ નવાજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાના બદલે પોલીસના ડરથી ધોરાજી દવાખાને દાખલ થયો હતો.
બોક્સ  : પોલીસનું અમાનવીય કૃત્ય : બર્બરતા આચરનાર પોલીસમેનોને સસ્પેન્ડ કરો : એડવોકેટ સંજય પંડિત
રાજકોટના જાણીતા એડવોકેટ સંજય પંડિત દ્વારા પણ શાપર પોલીસનની બર્બરતાનો વિરોધ કરીને તાત્કાલિક કસુરવાર પોલીસમેનોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગણી કરી છે.
એડવોકેટ સંજય પંડિત  પત્રકારોને કહ્યું હતું કે દેશી દારૂની બદી અંગે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે તો કાયદાકીય  રીતે અમાનવીય રીતે પોલીસ બર્બરતા ગુજારે તે અન્યાય કહેવાય. તેમણે દારૂના ધંધા ક્યાંય ચાલતા હોય તો તેઓને જાણ કરવાનો અનુરોધ કર્યો છે.
બોક્સ : શાપર વેરાવળના ફૌજદાર વિવાદના શોખીન
સોશિયલ મીડિયામાં મળેલી વિગતો પરથી એડવોકેટ પંડિતે એવો આક્ષેપ કર્યો છે કે શાપર વેરાવળના પોલીસ અધિકારીએ અગાઉ એક મજૂરની હત્યામાં અમુક શખ્સોના નામ કાઢીને હત્યારાઓને પોષણ આપ્યું છે. જિલ્લા પોલીસવડા તેમજ ગૃહ મંત્રીએ આ કેઇસ ઉથલાવી ફરિયાદીને ન્યાય આપવો જોઈએ.
બોક્સ : અબ તેરા ક્યાં હોગા ? (કાલિયા) ??
શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના ફોજદાર ગોહિલ બુટલેગરો સાથે સારો એવો ઘરોબો  ધરાવે છે. તેમની સુચનાથી સ્ટાફના પ્રભાતભાઈ અને યોગીભાઈ સહિતના ચારેક પોલીસ મેનોએ શાપરમાં હોટલના કારીગરો સાથે બે રહેમી પૂર્વક બરબરતા આચારી છે. ત્યારે આ બનાવમાં નિર્દોષને ઝુડી નાખનાર પોલીસનેનો સામે કેવા પગલાં ભરાશે ?? તેમ જ અબ તેરા ક્યા હોગા કાલીયા જેવા રમુજી સવાલોથી સોશિયલ મીડિયામાં તરખાટ મચી રહ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા પોતાની કડક અમલદારી આ બનાવવામાં બતાવશે કે નહીં તે સમયે જ બતાવશે.
ઇજાગ્રસ્ત કારીગરો રાજકોટ જિલ્લાના ધોરાજીના વતની હોઈ જેથી શાપર વેરાવળમાં પોલીસે માર મારતાં પહેલાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર બાદ પોલીસની બીકથી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા જ્યાં ધોરાજી પોલીસ હોસ્પિટલે પહોંચી તપાસ આદરી છે.

IMG_20220803_061604.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *