જુનાગઢ દાતાર પર્વત પર આવેલ દાતાર બાપુ ની જગ્યા ખાતે આજરોજ બ્રહ્મલીન મહંત શ્રી વિઠ્લબાપુ ની દ્વિતીય પૂણ્યતિથિ નિમિતે તેઓ ની તેમજ પૂજ્ય પટેલબાપુ ની સમાધિ સ્થલે વિવિધ પવિત્ર દ્રવ્યો તેમજ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા દાતારની જગ્યા ના વર્તમાન મહંત શ્રી ભીમ બાપુ તેમજ દાતાર સેવક ગણ દ્વારા પૂજન અર્ચન કરવામા આવ્યુ હતુ
આ પ્રસંગે સમગ્ર દાતારબાપુ ની જગ્યા ને રંગબેરંગી ફૂલ્લો થી સુશોભિત કરવામા આવી હતી, આ પ્રસંગે મહંત શ્રી ભીમબાપુ દ્વારા પધારેલા તમામ સેવકગણ તેમજ ભક્તજનો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામા આવી હતી , અને તમામ ભક્તજનો તેમજ સેવકગણ પૂજ્ય વિઠ્લબાપુ ના સંસ્મરણો યાદ કરી પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી , તેમજ ભોજન પ્રસાદ આરોગી ધન્ય બન્યા હતા.
રિપોર્ટ બાય ઋષિ જોશી જૂનાગઢ




