મહેસાણા
મહેસાણા પોલીસ (આઈ.એ.એલ.ટી.એસ પરીક્ષામાં થયેલ ગેરરીતિની તપાસ કરી રહી છે. આ તપાસના તાર રાજકોટ, વડોદરા, મહેસાણા, અમદાવાદ, નવસારી, નડિયાદ અને આણંદ એમ સાત કેન્દ્રો સુધી પહોંચી ગયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા ૯૫૦ ઉમેદવારોએ રૂ. ૧૪ લાખની ચૂકવણી કરીને છેતરપિંડીથી હાઈ સ્કોર મેળવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ તમામ ઉમેદવાર અમેરિકા અથવા કેનેડામાં છે. આ ગેરરીતિનો પહેલો કિસ્સો એપ્રિલમાં સામે આવ્યો હતો. નડિયાદમાં એક (આઈ.ઈ.એલ.ટી.એસ)ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા પકડાઈ ગયો હતો. ત્યારબાદ જાણવા મળ્યું કે, નવસારી અને મહેસાણામાં ડમી ઉમેદવારો બેસાડવા માટે પરીક્ષા કેન્દ્રમાં સી.સી.ટી.વી બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, મહેસાણાનો એક વ્યક્તિ રિઅલ્ટી બિઝનેસમાં છે અને તે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. ૩૧ મેના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર પોલીસે કામગીરી શરૂ કરી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકામાં સ્થાયી થયેલા ઉત્તર ગુજરાતના વ્યક્તિઓને (આઈ.ઈ.એલ.ટી.સી) માં સૌથી વધુ સાત અને આઠ સ્કોર હોવા છતાં અમેરિકાની કોર્ટમાં એક હિન્દી અનુવાદકની જરૂરિયાત છે. આ વ્યક્તિએ સપ્ટેમ્બર ૨૦૨૧માં પરીક્ષા આપી હતી. પોલીસ અધિકારી અનુસાર અમેરિકા કન્સલ્ટે મહેસાણા પોલીસને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમેરિકા અને કેનેડામાં સ્થાયી થવા માગતા વિદ્યાર્થીઓને (આઈ.ઈ.એલ.ટી.સી) સર્ટીફિકેટ જાહેર કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, માનવ તસ્કરોના સ્થાનિક સહયોગી વિદ્યાર્થીઓને હાઈ સ્કોર સાથે (આઈ.ઈ.એલ.ટી.સી) સર્ટીફિકેટ આપવાનો વાયદો કરે છે. તે માટે તમામ ઉમેદવારોએ રૂ.૧૪ લાખનો ખર્ચ કરવાનો રહે છે. મહેસાણાના વ્યક્તિ માટે કામ કરતો એજન્ટ ઉમેદવાર પાસેથી પૈસા એકત્ર કરે છે. સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જતા ૬ લોકોને અમેરિકન એજન્સીએ ૨૮ એપ્રિલના રોજ પકડી પાડ્યા હતા. કેનેડા અને અમેરિકાની એજન્સીએ તે વ્યક્તિઓને ગેરકાયદાકીય રીતે દરિયો પાર કરતા સમયે રેજિસમાં એક ડૂબતી બોટમાંથી બચાવ્યા હતા.