અમરેલી શહેર ચક્કરગઢ મેઈન રોડ ફાટકથી બાયપાસ સુધી રૂ.૧.૪૨ કરોડના ખર્ચે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ
અમરેલી નગરપાલિકા દ્વારા વિકાસના કામોની હરણફાળ ભરવામાં આવી રહી છે જેમાં છેલ્લા ઘણા વર્ષોથી વોર્ડ નં .૫ અને વોર્ડ નં .૧૧ ના રહેવાસીઓ માર્ગના નવીનીકરણ માટે અનેકવાર શાસકો સમક્ષ માંગ કરી રહ્યા હતા . જેથી આ વિસ્તારના સદસ્યોએ લોકોની હાલાકીનો અંત આવે અને તેમના વિસ્તારમાં વધુ સુવિધા મળે તે માટે ચક્કરગઢ મેઈન રોડ ફાટકથી બાયપાસ સુધી રૂ .૧.૪૨ કરોડના ખર્ચે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ . આ ખાતમુહૂર્ત પ્રસંગે નારણભાઈ કાછડીયા , કૌશિકભાઈ વેકરીયા , તૃષારભાઈ જાષી , કોમલબેન રામાણી તેમજ બંને વોર્ડના રહેવાસીઓ હાજર રહ્યાં હતા .
રિપોર્ટર નિલેષ અમરેલી


