ધોરાજી નો જેનીલ રાજપરા જે નાની વયે ઓનલાઈન અભ્યાસ ની સાથે ચિત્રો દોરી ને સમય સદઉપયોગ કરી અન્ય બાળકો ને પ્રેણદાઈ આપી રહયો છે :
આજની પેઢી જે રે મોબાઇલના તેમજ બીજા અવળા રસ્તે ચડી જાય છે ત્યારે ધોરાજીમાં રહેતા રાજપરા જેનીલ હિતેશભાઈ ધોરણ 8માં અભ્યાસ કરે છે તેમજ માત્ર ૧૩ વર્ષની નાની ઉંમરે કોરોના જેવા કપળા સમયકાળમાં ઓનલાઇન શિક્ષણ તો લેખ છે ઉપરાંત સમયનો સદુપયોગ કરીને પોતાનામાં રહેલી આવડત અને કલા ને દિવસે ને દિવસે ખીલવે છે એટલે કે અવનવા ચિત્રો દોરી ને પોતાનામાં રહેલી આવડત ને ખીલવે છે કોરોના મહામારી પગલે શાળા ઓ બંધ હોય પણ ઓનલાઈન શિક્ષણ ની સાથે ચિત્રો દોરી ને સમય સદઉપયોગ કરી અન્ય બાળકો ને પ્રેણાદાઈ ઉદાહરણ પુરૂં પાડી રહયો છે ધોરાજી નો 13 વર્ષ નો બાળક ધોરાજી નાં ઘાણી કોઠા રોડ પર રહેતા અને ધોરણ આઠ માં અભ્યાસ કરતો અને 13 વર્ષ ની નાની ઉંમરે રાજપરા જેનીલ હાલ અન્ય બાળકો કરતાં પોતે અભ્યાસ ની સાથોસાથ પોતાનો શોખ એટલે કે સારાં આબેહૂબ ચિત્રો બનાવી ને પોતાનો સોખ પૂરો કરી રહયો છે જેમાં તેમનાં પરિવાર નો પણ ખુબ સારો સહકાર મળી રહયો છે ચિત્રો બનાવવા માટે જે કાંઈ પણ ચીજ વસ્તુ ઓ જોઈએ છે તે બધું પુરૂં પાડી રહ્યા છે
જેનીલ ભાઈ રાજપરા હાલ કોરોના મહામારી ને લીધે શાળા કોલેજો બંધ હોય જેથી ઓનલાઈન અભ્યાસ તથા દરરોજ નું વર્ક હોય તે પણ પૂર્ણ કરે છે સાથોસાથ તેને ડ્રોઈંગ નો શોખ છે તે પણ અભ્યાસ બાદ ચિત્રો દોરી રહયો છે જેમાં પેન્સીલ આર્ટ સ્કેચ આર્ટ ગલીટર આર્ટ ફીંગર આર્ટ જેવાં જાતજાતના ડ્રોઈંગબનાવે છે અત્યાર સુધી મા સુધી માં 60 થી 70 ડ્રોઈંગ બનાવી નાખ્યા છે વધું માં જેનીલ રાજપરા ના માતાપિતા તથા દાદા તથા મોટાં ભાઈ તેમને સારો સહકાર આપે છે અને વધું માં એવું જણાવે છે બાળકો પોતાનો કિંમતી સમય મોબાઈલ ગેમ્સ તથા અન્ય કોઈ પ્રવૃત્તિ ઓ માં સમય વેડફી નાંખી રહયાં હોય છે તેનાં કરતાં પોતાનો શોખ હોય તે પૂર્ણ કરવો જોઈએ અને સમય નો સદ્ ઉપયોગ કરવો જોઈએ મોબાઈલ ગેમ્સ રમીને જીવન બરબાદ ન કરવો જોઈએ આમ ધોરાજી નો રહેવાસી એવો જેનીલ રાજપરા તેમની શાળા તથા પોતાના રાજપરા પરિવાર નું નામ રોશન કરી રહયો છે અને અવનવા ચિત્રો આબેહૂબ બનાવી ને અન્ય બાળકો ને પ્રેણદાઈ આપી રહયો છે કોઈ પણ પ્રકારના કોર્ષ કે શિખ્યા વગર પોતાની આગવી કોઠા સુજ થી જેનીલ રાજપરા ચિત્રો દોરી રહયો છે :
રિપોર્ટ:-વિપુલ ધામેચા ધોરાજી


