*રાજકોટ શહેર જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને કલેક્ટર ફંડમાંથી P.D.U હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરી છે.*
*રાજકોટ શહેર તા.૫/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લામાં આરોગ્ય સુવિધામાં વધારો કરવા તેમજ દર્દીઓને હોસ્પિટલ આવવા-જવામાં તકલીફના પડે તે હેતુથી એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ છે. જ્યારે નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, ૧૧ લાખના ખર્ચે આ અદ્યતન એમ્બ્યુલન્સ કલેક્ટરના હસ્તે P.D.U હોસ્પિટલને અર્પિત કરવામાં આવી છે. P.D.U હોસ્પિટલ પાસે હાલ 3 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જ્યારે અન્ય કેટલીક એમ્બ્યુલન્સ ભંગાર થઈ ગઈ છે. આગામી દિવસોમાં ધારાસભ્ય દ્વારા પણ એક એમ્બ્યુલન્સ P.D.U હોસ્પિલને આપવામાં આવનાર છે. રાજકોટ શહેર કલેક્ટર ઓફિસ પરિસરમાં કલેક્ટરે P.D.U હોસ્પિટલના ડો.પંકજ બુચને એમ્બ્યુલન્સની ચાવી અર્પણ કર્યા બાદ, રિબિન કાપી એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી. કલેક્ટરના હસ્તે થયેલા એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, P.D.U ના ડો.પંકજ બુચ, તેમની ટીમ તેમજ કેપ્ટન જયદેવ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.*


