*રાજકોટ શહેર કાતીલ ઠંડીમાં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ અને લીમડાચોકમાંથી અજાણ્યા ૩ વૃધ્ધના મોત નિપજ્યાં છે.*
*રાજકોટ શહેર તા.૫/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં O.P.D ઢાળીયા પાસે અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ અને કેસબારી નજીક અજાણ્યા આશરે ૬૫ વર્ષના વૃધ્ધ બેભાન પડ્યા હોઇ ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બંનેને મૃત જાહેર કરવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ થતાં A.S.I કે.વી.માલવીયા અને રામજીભાઇ પટેલે ફરીયાદ નોંધી કાર્યવાહી કરી હતી. બંને વૃધ્ધ ઠંડીમાં આવી ગયાની શક્યતા જણાવાઇ હતી. ત્રીજા એક આશરે ૬૦ વર્ષના વૃધ્ધ લીમડાચોક ફૂટપાથ પરથી બેભાન મળી આવતાં ૧૦૮ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવતાં એ-ડિવીઝન P.S.I જે.એમ.ભટ્ટે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. આ વૃધ્ધના માથાના વાળ સફેદ છે. મોટી મુછો છે અને વધી ગયેલી સફેદ દાઢી છે. અડધી બાંહનો શર્ટ અને કાળુ પેન્ટ પહેર્યા છે. ઠંડીમાં આવી ગયાની શકયતા છે.


