*ગુનાની વિગત* મ્હે.અમરેલી *પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ,
જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા સંજયભાઇ કનુભાઇ ઘાંઘળનાઓએ રાજુલા પો.સ્ટે.ના વડ ગામની સીમ વિસ્તાર માંથી જાહેરમાં જુગાર રમતા કુલ-૦૪ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૦,૯૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત-*(૧) ચંદ્રેશભાઇ કનુભાઇ ધાખડા (૨) જયરાજભાઇ ચાંપભાઇ ધાખડા (૩) રણજીતભાઇ વાસુરભાઇ ધાખડા (૪) દડુભાઇ પહુભાઇ ધાખડા રહે.તમામ વડ તા.રાજુલા જિ.અમરેલી
*પકડવાના બાકી આરોપીની વિગત*(૧) પીઠુભાઇ નાગભાઇ બોરીચા (૨) નરશેભાઇ વીરાભાઇ ધાખડા (૩) દિલુભાઇ ધાખડા રહે.વડ તા.રાજુલા
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

