સાવરકુંડલા વોર્ડ નંબર ત્રણ ની પેઈઝ પ્રમુખ ની યાદી સક્ષમ મહિલા ઉમેદવાર ગોપીબેન ગોસ્વામી દ્વારા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ને આપવામાં આવી.- પેઈઝ પ્રમુખ તરીકે મહિલાઓ પણ અગ્રેસર.
ભારતીય જનતા પાર્ટી દ્વારા પેઈઝ પ્રમુખ માં મહિલા ઓ પણ અગ્રેસર રહી યાદી તૈયાર કરી રહ્યા છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ના સક્ષમ ઉમેદવાર ગોપીબેન અમીતગીરી ગોસ્વામી દ્વારા પેઈઝ પ્રમુખ ની યાદી તૈયાર કરી અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ જ્યોત્સનાબેન અગ્રાવત ને આપવામાં આવી હતી આ તકે અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, સાંસદ સભ્યશ્રી નારાયણભાઈ કાછડિયા, સાવરકુંડલા શહેર ચૂંટણી ઈન્ચાર્જ ડો. કાનાબાર સાહેબ, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ ઠાકર દ્વારા વોર્ડ નંબર ત્રણ ના સક્ષમ ઉમેદવાર ગોપીબેન અમીતગીરી ગોસ્વામી ને અભિનંદન પાઠવ્યા હતા.
( ફોટો ઈ મેલ દ્વારા )
રીપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા


