જૂનાગઢમાં નારી વંદન ઉત્સાહ હેઠળ મહિલા કર્મયોગી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
નારી વંદન ઉત્સવના પાંચમાં દિવસે જૂનાગઢ શહેરની જૂદી-જૂદી સરકારી કચેરીમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી નિવારણ માટે રચાયેલી આંતરીક સમિતીના અધ્યક્ષ અને સભ્યોને વીશાખા ગાઇડલાઈન સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
કામકાજ સ્થળોએ મહિલાઓની સ્ત્રીઓની સતામણીના કિસ્સામાં મહિલાઓ પોતાનો અવાજ ઉઠાવે અને નિર્ભય પણે આંતરિક સમિતીમાં ફરિયાદ કરવા સંબંધે પ્રતિકાર ફિલ્મનાં માધ્યમથી માહિતગાર કરવામાં આવ્યાં હતીં.
આ તકે દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી એમ.જી.વારસુરે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણીની (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ અધિનિયમ -૨૦૧૩ની જોગવાઇઓની વિસ્તૃત જાણકારી આપી હતી.આ સાથે ભવરીદેવ v/s રાજસ્થાન સ્ટેટ કેસની માહિતી આપી હતી.
આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી (ગ્રામ્ય) શ્રી બી.ડી.ભાડે કાર્યક્રમની પૂર્વે ભૂમિકા આપી હતીં.
પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ શારદાબેન દેસાઈએ બાળકના જન્મના પ્રથમ કલાકથી છ મહિના સુધી માતાનું સ્તનપાનના મહત્વનું સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતું.
આ તકે જૂનાગઢ શહેરની જૂદી-જૂદી સરકારી કચેરીઓની આંતરીક સમિતિના અધ્યક્ષ-સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
