Gujarat

‘‘તિરંગો લહેરાવી આપણા ઘરને રાષ્ટ્ર મંદિર બનાવીએ’’ : મહંત શેરનાથ બાપુ

 દેશનો દરેક નાગરિક ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સામેલ થઇને પોતાના ઘરે, સંસ્થા, શાળા, કોલેજોમાં તિરંગો લહેરાવે તેવો પ્રેરક સંદેશ જૂનાગઢના સંતો-મહંતો આપી રહ્યા છે.

ભવનાથમાં આવેલ ગુરૂ  ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ કહ્યું કે, દરેક લોકોને આ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઇ અને પોતાના ઘરમાં તિરંગા લગાવીને ઘરને રાષ્ટ્ર મંદિર બનાવવુ જોઇએ.

જે દેશમમાં જન્મ લીધો છે અને જે દેશમાં આપણે સમૃધ્ધ થયા છીએ, એ માતૃભૂમિનુ આપણે આપણા ગજા અનુસાર ઋણ ચૂકવવું જ જોઇએ. સરકાર દ્વારા તો આઝાદીના અમૃત મહોત્સવ અન હર ધર તિરંગા કાર્યક્રમ યોજાઇ જ રહયો છે પરંતુ આપણા ધર ઉપર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવો આપણો એક દેશપ્રેમી અને જાગૃત નાગરિક તરીકેની નૈતિક જવાબદારી છે.

mahila-karmyodi-divas-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *