*રાજકોટ શહેરમાં સવા કરોડના ખર્ચે તૈયાર થશે ઓપન એર થિયેટર, ૧૨મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખાતમુહૂર્ત.*
*રાજકોટ શહેર તા.૬/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા.૧૨મી જાન્યુઆરી ૨૧ને મંગળવારના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા સંલગ્ન કોલેજોના ૨૫ વિધાર્થીઓને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પરથી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે સંબોધન કરશે. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે અભ્યાસ કરતાં વિદેશના વિદ્યાર્થીઓના ઉપયોગ માટે કુલપતિ અને ઉપકુલપતિના માર્ગદર્શન હેઠળ આશરે રૂ.૪ કરોડ ના ખર્ચે નવનિર્માણ પામેલ માધુનીક ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસ તથા કેમ્પસ ખાતે આવેલ સરસ્વતી વિમેન્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને વાંચનની સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી સ્વાધ્યાય પરિવારના પૂજય પાંડુરંગ દાદાની ચેર દ્વારા સરસ્વતી હોસ્ટેલ ખાતે નવનિર્માણ પામેલ સુંદર લાઈબ્રેરીનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે નૂતન ભાગરૂપે આશરે રૂ.૬ કરોડના ખર્ચે તૈયાર થનાર અતિ અધતન લાઈબ્રેરી તથા આશરે રૂ.૧,૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર ઓપન એર થીએટરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.*


