International

થાઇલેન્ડની એક ક્લબમાં ભીષણ આગ, આવેલા લોકોમાંથી ૪૦નાં મોત થયા

થાઈલેન્ડ
શુક્રવારે રાત્રે થાઇલેન્ડની એક નાઇટ ક્લબમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઝપેટમાં આવેલા ૪૦ લોકોના મોત થયા છે અને ૧૦ લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. થાઇલેન્ડના ચોનુબરીના સટ્ટાહિપ જિલ્લામાં આવેલી નાઇટ ક્લબમાં આ દુર્ઘટના બની હતી. જે થાઇલેન્ડની રાજધાની બેંકોકના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, માઉન્ટેન બી નાઇટ ક્લબમાં રાત્રે એક વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્ત થાઇલેન્ડના નાગરિકો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહત બચાવ કાર્ય સાથે જાેડાયેલા લોકોના હવાલાથી સ્થાનિક અખબારે મૃતકઆંક ૪૦નો બતાવ્યો છે. આ નાઇટ ક્લબ ખૂબ જ જાણીતી છે અને અહીં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ પણ આવતાં હોય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જાેઇ શકાય છે કે, લોકો આગ લાગ સુરક્ષિત સ્થળો તરફ દોડી રહ્યા છે. લોકોની ચીખો સંભળાઇ રહી છે. જાેકે, હજુ સુધી આગનું કારણ સામે આવ્યું નથી. અગાઉના પ્રાથમિક અહેવાલો અનુસાર, આ અગ્નિકાંડમાં ૧૩ના મોત થયા હતા જ્યારે ૪૧ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ૯ પુરુષો અને ૪ મહિલાઓ સામેલ હતી. નોંધનીય છે કે, ઘટનાની જાણ થતાં ફ્લુ તા લુઆંગ પોલીસ સ્ટેશનની પોલીસ કર્મી ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવવા કામગીરી હાથ ધરી હતી. સાથે જ આગના કારણ અંગે તપાસ ચાલી રહી છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *