Gujarat

શાકભાજી વેચવાની આડમાં ગાંજાનું વેચાણ કરનાર ત્રણ આરોપી ઝડપાયા

મોરબી
વાંકાનેર પંથક નશીલા દ્રવ્યોની હેરાફેરી માટે કુખ્યાત બની ગયું છે જ્યાં છાશવારે નશીલા દ્રવ્યોની હેરાફેરીનો પર્દાફાશ થતો હોય છે ત્યારે એસઓજી ટીમે લક્ષ્મીપરાના રહેણાંક વિસ્તારમાં દરોડો કરીને ૧૦ કિલો ગાંજાના જથ્થા સાથે મુસ્લિમ મહિલા સહીત બે આરોપીને ઝડપી લીધા હતા તો વધુ ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.. મોરબી એસઓજી ટીમ નશીલા દ્રવ્યોની હેરાફેરી રોકવા અને એન.ડી.પી.એસ. કેસો શોધી કાઢવા માટે કાર્યરત હોય દરમિયાન વાંકાનેર શહેરના લક્ષ્મીપરા શેરી નં ૦૩ માં રહેતા જુબેદાબેન ઉર્ફે જુબી હનીફ અલી ઘાંચી, ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદ ઉર્ફે નુરા ઘાંચી અને અલીમામદ હનીફ ઘાંચી પોતાના રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રહેણાંક મકાન પર દરોડો કર્યો હતો. જેમાં આરોપી જુબેદા ઘાંચીના રહેણાંક મકાનમાં દરોડો કરતા ગાંજાે ૧૦ કિલો કીમત રૂ ૧ લાખ, રોકડ રૂ ૧૫,૫૦૦, મોબાઈલ નંગ ૦૨ કીમત રૂ ૨૫૦૦ અને વજન કાંટો મળીને કુલ રૂ ૧,૧૮.૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ આરોપી જુબેદા ઉર્ફે જુબી હનીફ અલી ઘાંચી અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદ ઉર્ફે નુરા ઘાંચી રહે બંને વાંકાનેર લક્ષ્મીપરા વાળાને ઝડપી લીધા લીધા હતા તેમજ અન્ય આરોપીના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચાલવી હતી જેમાં આરોપી છે જે મુદામાલ પોલીસ મથકમાં સોપવામાં આવ્યો છે. તો ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીઓ અલીમામદ હનીફ ઘાંચી, ઈરફાન નુરમામદ મકવાણા અને નુરમામદ હાજી મકવાણાના નામો ખુલતા ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા તો હજુ એક આરોપી અબ્દુલ યુસુફ સૈયદ ફરાર હોય જેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આરોપીઓ વહેલી સવાર શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચાણ માટે જતા અને તેની આડમાં નાના પેકિંગમાં ગાંજાે વેચાણ કરતા હતા તેમજ ગેંગમાં અન્ય કેટલા ઈસમો સંડોવાયેલ છે તેની પણ પોલીસે તપાસ ચલાવી છે

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *