નર્મદા
ગુજરાત રાજ્યની બોર્ડર ગણાતા નર્મદા જિલ્લામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બાજુના મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુસાડી બુટલેગરો ધંધો કરતા હોય નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે આ બાબતે મહારાષ્ટ્ર બોર્ડર પરથી આવતા વાહનોની ચેકીંગ કરાવી આવી ગેકાયદેસર ચાલતી પ્રવૃત્તિ ડામવા કડક સૂચના આપી હોય જે આદેશ અનુસાર સાગબારા પીએસઆઇ કે.એલ.ગળચર અને તેમની ટિમ દ્વારા સતત પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર સતત નજર રાખી ચેકીંગ કરી રહ્યા છે. સાગબારા પોલીસને બાતમી મળી કે એક કારમાં વિદેશી દારુ ભરી ભરૂચ તરફ લઇ જઈ રહ્યા છે. ત્યારે પોલીસે ચેકીંગ કરતા અમિયાર ગામ નજીક આવેલ આશ્રમ શાળા નજીક ચોપડવાવ ડેમના ઉપર વાસ તરફ જવાના ખેતરાઇ રસ્તા ઉપર એક કાર ચાલક વિદેશી દારુ ભરી આવતો હોય પોલીસે અટકાવતા આ ચાલાક કાર ભગાડી અને પોલીસે પીછો કરતા કાર મૂકી ભાગી ગયા પોલીસે કારને ચેક કરતા ગાડીની ડીકીમાં ગેર કાયદેસર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કી“ ની નાની-મોટી બોટલો નંગ- ૬૩૬ ૧,૭૬,૫૦૦તથા ટોયેટો કંપનીની ઇટીએસ મોડલની ગાડી મળી કુલ ૪,૦૬,૫૦૦નો મુદ્દામાલ પી.એસ.આઈ કે.એલ ગળચરે ઝડપી અજાણ્યા બુટલેરો સામે ગુનો નોંધી હાલ તપાસ હાથ ધરી છે. ગાડીના નંબર પરથી તેના માલિકને શોધી આ ગુનેગારો પોલીસ ઝડપ થી શોધી કાઢશે.

