નોઇડા
ઉત્તર પ્રદેશના નોઇડાથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) ના એક નેતા સોસાયટીમાં ઝાડ ઉગાડવાને લઇને ચર્ચા દરમિયાન એક મહિલા સાથે અભદ્રતા કરતાં જાેવા મળી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના નેતા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાજપની સ્થાનિક એકમે તેને પોતાના સભ્ય હોવાની મનાઇ કરી દીધી છે. નોઇડાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ‘અમે ઘટનાને ધ્યાને લીધી છે. અમે જલદી જ વિગતો શેર કરીશું.’ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ભાજપના નેતા શ્રીકાંત ત્યાગીને કથિત રીતે મહિલાને ગાળો આપતાં સાંભળી શકાય છે. સોશિયલ મીડિયા યૂઝર્સે પીડિતાની પ્રતિક્રિયા પણ શેર કરી, જેમાં તેણે સમગ્ર ઘટના વર્ણવી છે. મહિલાએ કહ્યું કે ‘હું ગ્રેડ ઓમેક્સ (સોસાયટી)માં રહું છું. ગ્રાઉન્ડ ફ્લોર પર રહેનાર શ્રીકાંત ત્યાગી નામનો એક વ્યક્તિ કોમન એરિયામાં નાના મોટા ઝાડ ઉગાડીને દબાણ કરી રહ્યો હતો. જ્યારે મેં તેને હટાવવા માટે કહ્યું, તો તેણે ના પાડી દીધી અને જ્યારે મેં તેને હટાવવાનો પ્રયત્ન કર્યો તો તેણે મને, મારા પતિ અને મારા બાળકોને ગાળો આપી. આ વીડિયોમાં સોસાયટીના નિવાસી ત્યાગી પર નાના મોટા ઝાડ ઉગાડીને દબાણ કરવાનો આરોપ લગાવતાં પણ જાેઇ શકાય છે. આ ઘટના બાદ વિપક્ષી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ભાજપને આડે હાથ લીધા છે. સપાએ ટિ્વટર પર લખ્યું કે ‘ઉત્તર પ્રદેશમાં સત્તા સંરક્ષિત ભાજપાઇ ગુંડા દરરોજ બહેન પુત્રીઓનું અપમાન કરી રહ્યા છે. નોઇડા ઓમેક્સ સિટીમાં ભાજપ નેતા શ્રીકાંત ત્યાગીએ મહિલાને અભદ્ર ગાળો આપી, અપમાનજનક ટિપ્પણી કરી. શરમજનક! આરોપી ભાજપ નેતાને જલદીથી જલદી ધરપકડ કરી કઠોર કાર્યવાહી કરે પોલીસ.

