ગુજરાત હાઇકૉર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે ગુજરાત હાઇકૉર્ટના જજ તરીકે નવનિયુક્ત જસ્ટિસ ડો.વિનીત કોઠારીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ પ્રસંગે કાયદા અને ન્યાયતંત્રના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, હાઈકૉર્ટના ન્યાયમૂર્તિઓ, ઍડ્વોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદી, વકીલઓ, હાઇકૉર્ટના અધિકારીઓ તથા નવનિયુક્ત જજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


