Gujarat

પતિ જેલમાં જતાં મિત્રએ પત્ની ઉપર ખરાબ નજર નાંખી

પારડી
કળિયુગમાં કોના પર ભરોસો કરવો તે કહેવું ખુબ જ અઘરું છે ત્યારે સેલવાસ દાદરા ખાતે એપલ બારની નજીક વિજયભાઈની ચાલમાં તેની પત્ની મમતા સાથે રહેતો ભાવુસિંગ નાથુસિંગ અજવા સેન ઉ.વ. ૩૪ ગત એપ્રિલમાં બારડોલી ખાતે દારૂના ગુનામાં પકડાતાં સુરત લાજપોર જેલમાં ધકેલાયો હતો. આ દરમિયાન તેનો મિત્ર ચેતન હિતેન્દ્ર પ્રજાપતિ રહે કોપરલી કુંભારવાડ વાપી એ ભાવુંસિંગની પત્ની મમતા પર દાનત બગાડી હતી અને મમતાને વિશ્વાસમાં લઈ સેલવાસથી ઓરવાડ ખાતે ખુશાલભાઈની ચાલમાં રહેવા માટે લઈ આવ્યો હતો, આ દરમિયાન પતિ ભાવુસિંગ જેલ માંથી જુલાઇ માસની ૨૮ તારીખે છૂટતા તે સેલવાસ પહોચ્યો હતો ત્યાં પત્ની ન હોવાનું અને ઓરવાડ રહેતી હોવાનું જાણવા મળતા તે ઓરવાડ રહેવા આવ્યો હતો. શુક્રવારે રાત્રીના ચેતન પ્રજાપતિ તેના ઘરે આવ્યો હતો અને તમારી રૂમમાં સૂવાનો છું તેવું કહેતા ભાવુંસિંગને તેની પત્ની સાથે ચેતનનો આડો સંબધ હોવાનો વહેમ શંકા જતાં તેને ના કહી હતી જેને લઈ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં ચેતને રૂમઅ પડેલા લાકડા વડે ઢોર માર માર્યો હતો તે લોહીલુહાણ થતાં તે જીવ બચાવવા ઘર છોડી ભાગી છૂટ્યો હતો. જે બાદ તે ઓરવાડ માં પ્રાથમિક સારવાર કરાવી ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ દાખલ થયો હતો. જેને ફેકચર જેવી ઇજા પહોચી છે. હોસ્પિટલ ના તબીબે આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ભાવુંસિંગની ફરિયાદ લીધી હતી. તપાસમાં મમતા અને તેનો મિત્ર ચેતન સાથે વાપી રેલ્વે સ્ટેશન આગળ કારમાથી ઉતરી જતાં સીસીટીવીમાં જાેવા મળ્યા છે. પારડી પોલીસ હાલ તો ચેતન પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *