Delhi

૧, ઓક્ટોબર ૨૦૨૨ના રોજ બિગ બોસનું પ્રીમિયર યોજાશે

નવીદિલ્હી
ટીવીના જાણીતા રિયાલિટી શો ‘બિગ બોસ’ની આગામી સિઝનને લઇને ફેન્સમાં ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે. આગામી ૧૬મી સિઝનને લઇને કેટલીક વાતો ચર્ચાઇ રહી છે. સાથે જ નવી સિઝન માટે સ્પર્ધકોની શોધ પણ ચાલી રહી છે. આગામી ટૂંક સમયમાં જ તમામ નામ ફાઇનલ થઇ જાય તેવી સંભાવના છે. આ દરમિયાન જે અપડેટ્‌સ મળી રહ્યા છે તે ફેન્સને ખુશ કરી દેશે. અગાઉ જાણવા મળ્યું હતું કે, સલમાન ખાન સપ્ટેમ્બરમાં શોનો પ્રોમો શૂટ કરી શકે છે. વેબ પોર્ટલ ટેલી ચક્કર અનુસાર, સલમાન ખાન સપ્ટેમ્બરના બીજા સપ્તાહે પ્રોમોનું શૂટિંગ કરશે. જ્યારે ૧, ઓક્ટોબર ૨૦૨૨ના રોજ બિગ બોસનું પ્રીમિયર યોજાશે, જે કલર્સ ટીવી પર જાેઇ શકાશે. આગામી સિઝનના સ્પર્ધકોની વાત કરીએ તો, મુનવ્વર ફારૂકીનું નામ કન્ફોર્મ છે. તે લોકઅપની પહેલી સિઝનનો વિજેતા છે. તે સિવાય અર્જુન બિજલાનીને પણ એપ્રોચ કર્યું હોવાનું ચર્ચાય છે, પરંતુ તેણે ના પાડી દીધી છે. ઉપરાંત શનાયા ઇરાની, મોહિત મલિક, નકુલ મહેતા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના રાજ અનડકટને પણ ઓફર કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીજી બાજુ, બિગ બોસની નવી સિઝનની થીમની વાત કરીએ તો થોડા સમય પહેલા સેટની તસવીરો સામે આવી હતી. આ વખતની થીમ એક્વા હોવાનું કહેવાય છે. જે ઘરમાં ચારેય બાજુ પાણી જેવું ફીલ અપાશે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *