Maharashtra

ગૌરી ખાન સાથે કેટરિનાનો સ્પેશિયલ પ્રોજેક્ટ

મુંબઈ
બોલિવૂડના તમામ એ-સ્ટાર્સ સાથે કેટરિના કૈફના ફેમિલી રીલેશન્સ છે. પર્સનલ અને પ્રોફેશનલ લેવલે સ્ટાર્સ સાથે સંબંધોના કારણે કેટરિનાના તમામ પ્રોજેક્ટ્‌સ મોટા સ્ટાર્સ સાથેના હોય છે. કેટરિનાએ ગૌરી ખાન સાથે એક સ્પેશિયલ પ્રોજેક્ટની વાત કરી છે. આ પ્રોજેક્ટ કોઈ ફિલ્મ માટેનો છે કે પછી અન્ય કોઈ વેન્ચર છે તે અંગે કેટરિના ચૂપ છે. ફ્લોરલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવીને કેટરિનાએ ગૌરી ખાન સાથે એસોસિએશન મામલે સસ્પેન્સ ઊભું કર્યું છે. કેટરિનાએ સોશિયલ મીડિયા પર ફ્લોરલ પેટર્ન ધરાવતા મલ્ટિકલર ડ્રેસમાં ફોટોશૂટ શેર કર્યું છે. આ સાથે કેટરિનાએ લખ્યું છે કે, ડ્રીમી ફ્લોરલ્સ, ગૌરીખાન સાથે કંઈક સ્પેશિયલ આવી રહ્યું છે. કેટરિનાની આ પોસ્ટ બાદ અનેક અટકળો વહેતી થઈ છે. કેટરિના કૈફની ફિલ્મ ફોન ભૂત ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. જેમાં ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ લીડ રોલમાં છે. સલમાન અને ઈમરાન હાશમી સાથેની ટાઈગર ૩ની પણ આતુરતાથી રાહ જાેવાઈ રહી છે. અલી અબ્બાસ ઝફરની સુપર હીરો સિરિઝમાં પણ કેટરિનાનો મહત્ત્વનો રોલ છે. આ ઉપરાંત ફરહાન અખ્તરના ડ્રીમ પ્રોજેક્ટ જી લે ઝરાના મામલે પણ અપડેટ બહાર આવી છે. આ ફિલ્મમાં કેટરિના, પ્રિયંકા અને આલિયાના લીડ રોલ કન્મફર્મ છે. જાે કે ત્રણેય એક્ટર્સની ડેટ્‌સ મેચ ન થઈ હોવાથી શૂટિંગ આગળ વધ્યું નથી. હવે તેના શૂટિંગની ડેટ્‌સ ફાઈનલ થઈ છે અને ફિલ્મમાં નવી એન્ટ્રી પણ થઈ છે. જી લે ઝરામાં ઈશાન ખટ્ટરનો લીડ રોલ નક્કી થયો છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *