Gujarat

ભગવાન ક્યાં રહે છે,કેવી રીતે મળે અને શું કરે છે?

એકવાર અકબરે બિરબલને અચાનક ત્રણ પ્રશ્ન પુછ્યા કે ઇશ્વર ક્યાં રહે છેતે કેવી રીતે મળેઅને ઇશ્વર શું કરે છે?આ પ્રશ્નો સાંભળી બિરબલે કહ્યું કે જહાંપનાહ આપના પ્રશ્નોના જવાબ હું કાલે આપીશ. બિરબલ ઉદાસ ચહેરે ધેર પહોચ્યા ત્યારે તેના પૂત્રે ઉદાસીનું કારણ પુછ્યું ત્યારે બિરબલ કહે છે કે આજે અકબરે મને ત્રણ પ્રશ્ન પુછ્યા કે ઇશ્વર ક્યાં રહે છેતે કેવી રીતે મળેઅને ઇશ્વર શું કરે છે.તેના જવાબ મારે કાલે આપવાના છે એટલે ઉદાસ છું.

બિરબલના પૂત્રે કહ્યું કે પિતાજી..કાલે તમે મને તમારી સાથે દરબારમાં લઇ જજો હું બાદશાહના પ્રશ્નોના જવાબ આપીશ.પૂત્રની હઠના કારણે બીજા દિવસે પૂત્રને લઇને રાજદરબારમાં જાય છે.ત્યારે બાદશાહ કહે છે કે બિરબલ મારા ત્રણ પ્રશ્નોના જવાબ આપો ત્યારે બિરબલ કહે છે કે જહાંપનાહ આપના પ્રશ્નોના જવાબ તો મારો પૂત્ર આપશે.

અકબરે બિરબલના પૂત્રને પહેલો પ્રશ્ન પુછ્યો કે ઇશ્વર ક્યાં રહે છેબિરબલના પૂત્રે ખાંડ ભેળવેલ એક ગ્લાસ દૂધ મંગાવી અને અકબરને કહ્યું કે જહાંપનાહ દૂધ કેવું છેઅકબરે દૂધ ચાખ્યું અને કહ્યું કે દૂધ મીઠું છે,ત્યારે બિરબલ પૂત્રે કહ્યું કે આપશ્રીને દૂધમાં ખાંડ દેખાય છેઅકબર કહે છે કે ખાંડ તો દૂધમાં ઓગળી ગઇ છે તેથી દેખાતી નથી.

જેવી રીતે દૂધમાં ખાંડ ભળી ગઇ છે તેવી જ રીતે ઇશ્વર સંસારની દરેક વસ્તુઓમાં રહે છે. બાદશાહને સંતોષ થતાં બીજો પ્રશ્ન પુછ્યો કે ઇશ્વર કેવી રીતે મળેબાળકે કહ્યું કે આપ થોડું દહી મંગાવો. બાદશાહે દહી મંગાવ્યું તો બાળકે કહ્યું કે જહાંપનાહ આમાં તમોને માખણ દેખાય છેબાદશાહે કહ્યું કે માખણ તો મંથન કરવાથી દેખાય છે.બાળકે કહ્યું કે તેવી જ રીતે મંથન કરવાથી જ ઇશ્વરના દર્શન થાય છે.

બાદશાહે સંતુષ્ઠ થઇને અંતિમ પ્રશ્ન પુછ્યો કે ઇશ્વર શું કરે છેબિરબલ પૂત્રે કહ્યું કે મહારાજ..આ પ્રશ્નનો જવાબ મેળવવા આપે મને ગુરૂ તરીકે સ્વીકાર કરવો પડશે.અકબરે કહ્યું કે સારૂં..તમે મારા ગુરૂ અને હું તમારો શિષ્ય.હવે બાળક કહે છે કે જહાંપનાહ ગુરૂ તો ઉંચા આસને બેસે છે અને શિષ્ય નીચે બેસે છે.

અકબરે સિંહાસન ખાલી કર્યું અને પોતે નીચે બેસી ગયા અને બિરબલ પૂત્રને સિંહાસન ઉપર બેસાડ્યો ત્યારે બાળક કહે છે કે મહારાજ આપના અંતિમ પ્રશ્નનો આ જવાબ છે.અકબરે કહ્યું કે મને સમજાયું નથી,વિગતવાર સમજાવો ત્યારે બાળક કહે છે કે જહાંપનાહ ઇશ્વર આ જ કામ કરે છે.પલભરમાં રાજાને રંક બનાવી દે છે અને ભિખારીને સમ્રાટ બનાવી દે છે.

આપણી ચારે બાજું નિરાકાર પ્રભુ પરમાત્મા વિધમાન છે,તે ૫હેલાં ૫ણ સાથે હતા.આજે પણ સાથે છે અને હંમેશા સાથે જ રહેવાના છે તેમછતાં ગુરૂની કૃપા વિના તેને પામી શકતા નથી.જેવી રીતે દર્પણમાં ચહેરો અને દૂધમાં ઘી સમાયેલું છે.તેવી જ રીતે આ નિરાકાર પ્રભુ ૫રમાત્મા આ સૃષ્ટિમાં સમાયેલા છે.તેના માટે સદગુરૂની કૃપાથી જ્ઞાનદ્રષ્ટિ પ્રાપ્ત કરવાની જરૂર છે.

વર્તમાન સમયમાં માનવ દુઃખી અને ૫રેશાન છે કારણ કે માનવ માનવ વચ્ચેનું અંતર વધ્યું છે. આ અંતર વધવાનું કારણ છે આ પ્રભુ ૫રમાત્મને માનવ ભુલી ગયો છે.પ્રભુ ૫રમાત્માને પોતાના જીવનનું અંગ બનાવવાથી જ સંસારનાં તમામ સુખો અને આનંદ મળે છે.સર્વવ્યાપક હોવા છતાં માનવ તેને ભૂલીને ઠોકરો ખાય છે.પ્રભુ સર્વવ્યાપક હોવા છતાં જ્યારે આ૫ણે પ્રભુ ૫રમાત્માને ભુલી જઇએ છીએ તો માનવ મનમાં તે ગેરહાજર બની જાય છે.આ સર્વત્ર વ્યા૫ક બ્રહ્મ તમામ સૃષ્ટિનો માલિક છે તથા તેના ઉ૫ર શસ્ત્ર વાયુ પાણી કે અગ્નિનો કોઇ પ્રભાવ ૫ડતો નથી.શરીરમાં છે એટલે તેને આત્મા અને જે બહાર સર્વવ્યાપક છે તેને પરમાત્મા કહે છે.મનુષ્યમાંનો આત્મા ૫રમાત્માનો જ અંશ છે.આ આત્મા ૫ણ નિત્ય નિર્ગુણ નિરાકાર અવ્યક્ત ૫રમાત્માનો જ શાશ્વત અંશ છે,જ્યારે શરીર અનિત્ય આકારવાળું અને વિકારી છે.આ મનુષ્ય શરીર પાંચ તત્વોનું બનેલું છે એટલે તે બ્રહ્મ નથી પરંતુ જે જીવ (કૂટસ્થ) આ શરીરમાં બોલે છે તે બ્રહ્મ છે. આ માયાવી દેહના ૫ડદામાં બેસીને ૫રમેશ્વર જ આ દેહને નાચ નચાવે છે.પોતે આ શરીરમાં બેસીને અશરીરીનાં દર્શનનાં દ્વાર ખોલે છે અથવા એમ કહેવાય કે અસત્ય દેહમાં પ્રગટ થઇને સત્ય બ્રહ્મનું જ્ઞાન કરાવે છે એટલે કે અધિકારી જિજ્ઞાસુઓને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરે છે.સત્યની શોધમાં માનવ અસત્ય માયામાં ભટકતો રહે છે અને માયાના ૫ડદાની પાછળ છુપાયેલા આ સર્વવ્યાપી પ્રભુ ૫રમાત્મા,બ્રહ્મનાં દર્શન કરી શકતો નથી.

દ્રોપદીના સ્વયંવરમાં જતા પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ..ત્રાજવા ઉપર સંભાળીને પગ મુકજે,સંતુલન બરાબર રાખજે,લક્ષ્ય માછલીની આંખ ઉપર જ કેન્દ્રિત રાખવાનું તેનો વિશેષ ખ્યાલ રાખવાનો છે.ત્યારે અર્જુન કહે છે કે પ્રભુ બધું મારે જ કરવાનું હોય તો આપ શું કરશોત્યારે ભગવાન હસીને જવાબ આપે છે કે પાર્થ..જે તારાથી નહી થાય તે કામ હું કરીશ.જે અસ્થિર,વિચલિત હલતા પાણીમાં માછલીને જોઇને તારે તેની આંખ વિંધવાની છે તે પાણીને હું સ્થિર કરીશ.

કહેવાનો ભાવાર્થ આપણે ગમે તેટલા નિપૂણ,બુદ્ધિમાન,મહાન અને વિવેકી હોઇએ તેમછતાં તેની પણ એક મર્યાદા હોય છે અને આ મર્યાદાથી આગળની લગામ જે સંભાળે છે તેને ભગવાન કહે છે.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *