બોડેલી તાલુકાની સાલપુરા ક્લસ્ટરમાં કલાઉત્સવ ની ઉજવણી થઈ કરાઈ જેમાં ચિત્ર સ્પર્ધા ,બાળ કવિ સ્પર્ધા ,સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું .
જેમાં અગાઉ શાળા લેવલે ઉપરોક્ત સ્પર્ધાઓ કરવામાં આવી હતી. શાળા લેવલે તમામ સ્પર્ધાઓમાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓને ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લેવા બોલાવવામાં આવ્યા હતા.
કસ્ટર કક્ષાના ઉત્સવમાં પ્રથમ ત્રણ નંબરવાળા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલા હતા. જેમાં પ્રથમ નંબર ને ₹300 નું દ્વિતીય નંબરને રૂપિયા 200 રૂપિયા નંબર ને ₹100 નો ઇનામ આપવામાં આવેલ હતા. અને પ્રથમ નંબર આવેલ તમામ વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાના ઉત્સવ માટે નોમિનેટ કરવામાં આવેલ હોય
જેમાં ચિત્ર સ્પર્ધામાં -બારીયા સ્મિત શૈલેષભાઈ, બાળ કવિ સ્પર્ધા- શ્રેયા ઉદેશીંગભાઇ- નવાપુર પ્રાથમિક શાળા.
સંગીત ગાયન સ્પર્ધા- બારીયા દિવ્યાબેન દિલીપભાઈ પાટણા પ્રાથમિક શાળા ,સંગીત વાદન સ્પર્ધા- બારીયા જિજ્ઞાસાબેન વિક્રમભાઈ. એ પ્રથમ નંબર મેળવેલ.
કલાઉત્સવમાં તાબા ની તમામ શાળાના આચાર્ય સહિત ગ્રુપ આચાર્ય યોગેન્દ્ર પટેલ તેમજ સી.આર.સી નગીનભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. અને
વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અને તાલુકો કક્ષાએ પણ સાલપુરા ક્લસ્ટરના વિદ્યાર્થીઓ સારો દેખાવ કરે તેવી બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી આ સ્પર્ધામાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

