બોડેલી તાલુકાના ચલામલી ગામે છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અને માર્ગદર્શન ઘ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે અમૃત મહોત્સવની ઉજવણી કરવાની હોય તે અંતર્ગત તારીખ ૧૩-૧૫ ઓગષ્ટ દરમિયાન પ્રત્યેક નાગરિકોના ઘર પર તિરંગો લહેરાવવામાં આવે તે માટેનો “હર ઘર તિરંગા”કાર્યક્રમ રેલી સ્વરૂપે કરી ગ્રામજનોમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે ચલામલી ગ્રુપ શાળા ઘ્વારા હર ઘર તિરંગા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં એસએમસી સભ્યો,આગેવાનો,શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.શાળાના આચાર્ય દિનેશભાઇ ઢેબરિયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે ભારત દેશ તેની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગામના પ્રત્યેક નાગરિકે તેના ઘર,સંસ્થા,દુકાન,લારી ઉપર તારીખ ૧૩-૧૫ ઓગષ્ટના રોજ પુરા માન સન્માન સાથે તિરંગો લહેરાવવા વિનંતી કરવામાં આવે છે.તિરંગાનું અપમાન ન થાય તે ધ્યાન રાખવું પ્રત્યેક નાગરિકે જરૂરી છે ત્યારબાદ જનજાગૃતિ રેલી ચલામલીના પ્રત્યેક ફળિયામાં જઈને શહીદો અમર રહો,ભારતમાતા કી જય,આધી રોટી ખાયેંગે,દેશ કો બચાયેંગે,દેશની આઝાદી અમર રહેના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.ગ્રામજનો ઘ્વારા જનજાગૃતિ કાર્યક્રમને ઠેર ઠેર આવકાર મળ્યો હતો.જનજાગૃતિ રેલીમાં જોડાયેલ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

