દાહોદ
દાહોદના ફતેપુરા તાલુકામાંથી વાહન ચેકીંગ દરમિયાન એલ.સી.બી.એ ચોરીની બાઇક સાથે બે યુવકોને ઝડપી પાડ્યા હતા. યુવકો પાસેથી મોટર સાયકલ જપ્ત કરી હતી. એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહની સુચનામાં પોસઇ એન.એન.પરમાર તથા એલ.સી.બી.સ્ટાફની ટીમ ગુરૂવારના રોજ ફતેપુરા વિસ્તારમા પેટ્રોલીંગમા હતાં. તે દરમિયાન ડુંગર ગામ બાજુથી નંબર વગરની શંકાસ્પદ પેશન મો.સા.લઇ બે યુવકો આવતા તેઓની બાઇક ઉભી રાખવતા તેઓ ભાગવા જતાં ટીમે નવાગામના કાચલા ફળિયાના શૈલેષ મણીલાલ બરજાેડ તથા રૂપા માનસીંગ મછારને ઝડપી પાડ્યા હતા. તેઓની પાસેની બાઇક આગળ પાછળ નંબર પ્લેટ ન હોવાથી તપાસમાં રજી.નંબર જીજે-૨૦-એકે-૬૫૯૪ તેના માલિક ફતેપુરાના નવાગામના ગુલાબભાઇ માનાભાઇ રાઠોડની હોવાનું જાણવા મળ્યું હતું. તા.૧ ઓગસ્ટના રોજ રાત્રે નવાગામ રાઠોડ ફળીયામાથી લોક તોડી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

