છોટા ઉદેયપુર
ગુજરાતમાં રસ્તા છે તો ખાડા છે, નાળાં છે તે ટુટેલા છે રિપેરીંગ કામ કે વિકાસ કામો થાય છે તે મંદગતિએ થઈ રહ્યા છે આ બધામાં પ્રજા પરેશાન થઈ રહી છે ત્યારે છોટા ઉદેપુર જીલ્લામાં ચાર વર્ષ પહેલાં કડીપાણીથી હાફેશ્વરને જાેડતા માર્ગ પરનું નાળું તૂટી જતાં લોકોને ફરજિયાત કોતરના પાણીમાં જીવના જાેખમે ઉતરીને જવા મજબુર બનવું પડ્યું છે, છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. છોટા ઉદેપુર જીલ્લાના યાત્રાધામ અને ગુજરાતની જીવાદોરી માં નર્મદાના ગુજરાત પ્રવેશદ્વાર હાફેશ્વર જવા માટેનો રસ્તો છેલ્લા ચાર વર્ષથી બંધ છે. કડીપાનીથી હાફેશ્વર જતા રસ્તામાં ચાર વર્ષ પહેલાં નાળું તૂટીને જમીનદોસ્ત થઈ ગયું છે. જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો બંધ થતા દર વર્ષે કોતરમાં ડાઈવર્ઝન બનાવવામાં આવે છે, જે ચોમાસા દરમિયાન કોતરમાં પાણી આવતા તૂટી જાય છે. જેને લઇને હાફેશ્વર જતા આવતા લોકોને અને ખાસ કરીને હાફેશ્વર સરકારી શાળામાં આવતા બાળકોને કોતરના ધસમસતા પાણીમાં જીવના જાેખમે ઉતરીને જવાની ફરજ પડી રહી છે. કેમેરામાં કેદ થયેલા વીડિયોમાં શાળાનો વિદ્યાર્થી પાણીમાં પગ ન પડે તે માટે છલાંગ મારીને પાણી ઉપરથી પસાર થતો જાેવા મળે છે. જ્યારે અન્ય નાના મોટા બાળકો તેમજ લોકો પાણીમાંથી પસાર થતા હોવાના દ્રશ્યો નજરે પડે છે. આ બધું આ લોકો માટે રોજીંદુ બની ગયું છે. તેમ છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી. ચાર વર્ષ થવા છતાં એક નાનું નાળું ન બનતા પંથકના લોકોને દરરોજ જીવ જાેખમમાં મૂકીને જવાની ફરજ પડી રહી છે.

