સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર ૫ માં આવેલ ગોપાલક સોસાયટીમાં સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય પતિ કરસનભાઇ આલે ૨૦૦ ગાયોને લંપી વાયરસથી રક્ષણ મેળવવા માટે રસીકરણ ઝુંબેશ સંદર્ભે ખડેપગે ઉભા રહીને વેક્સિનેશન રસીકરણ કામગીરી કરાવી. આમ તો અમરેલી જિલ્લા માલધારી સેલ (ભાજપ)ના પ્રમુખ શ્રી મયુરભાઈ રબારીના અથાગ પ્રયત્નો અને અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરીયા અને અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયાએ આ સંદર્ભે સંલગ્ન વિભાગમાં ગુજરાતમાં લંપી વાયરસને કારણે મૃત્યુ પામતાં પશુઓની સ્થિતિ જોઈને પશુ પાલન વિભાગ મંત્રીશ્રીને માલધારીના દુધાળા પશુઓને બચાવી લેવા માટે યુધ્ધના ધોરણે રસીકરણ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આમ સૌના સહિયારા પ્રયાસથી આજે સાવરકુંડલા શહેરમા પણ શહેરના વિવિધ વિસ્તારોમાં રસીકરણ કેમ્પ યોજવામાં આવેલ. સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય પતિ કરસનભાઇ આલ પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં ગોપાલક સોસાયટીમાં રૂબરૂ સાથે રહીને ૨૦૦ જેટલા પશુઓને વેક્સિન અપાવડાવી. આ સંદર્ભે સાથ આપનારા તમામનો તેમણે આભાર પણ માનેલ.

