Gujarat

અરવિંદ કેજરીવાલે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેર સભા સંબોધી,  કેજરીવાલની આદિવાસી સમાજની ગેરંટી તો મીડિયા સાથે વાત કરતા અશોક ગેહલોતના નિવેદન, દિલ્હીમાં વેંચાતા દારૂ અને જૂની પેંશન યોજના અંગે આપી પ્રતિક્રિયા

બોડેલી ખાતે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ યોજાયો. જેમાં વિશાળ જન મેદનીને સંબોધતા અરવિંદ કેજરીવાલે આદિવાસીઓ માટે ગેરેન્ટી જાહેર કરી, આદિવાસી સમાજ માટે સંવિધાનમાં જે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તેનું જેવી કે 5 મી અનુસૂચિ લાગુ કરશે, પેસા એકટને મજબૂત કરવામાં આવશે જેથી ગ્રામસભાની તાકાત વધશે તેમજ ગ્રામસભાને સુપ્રીમ બનાવમાં આવશે
અને ટ્રાઇબલ એડવાઝરી કમિટીના ચેરમેન તરીકે આદિવાસી સમાજના વ્યક્તિ ની નિમણૂક થશે. સભા બાદ મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે ગહેલોતના નિવેદન, નવી પેંશન યોજના,  દિલ્હીમાં વેચાતાં દારૂના સવાલોના જવાબ આપ્યા, કેજરીવાલે અશોક ગેહલોતના નિવેદનને દુઃખદાયી ગણાવી રેપના આરોપીને ફાંસીની સજા થવી જોઈએનું જણાવ્યું. જૂની પેશન યોજના બાબતે જવાબ આપતા કહ્યું કે નવી પેંશન યોજનાનો હું બિલકુલ વિરોધી છું તો ગુજરાતમાં લઠ્ઠાકાંડ અને દિલ્હીમાં વેચાતાં દારૂ વિશે કેજરીવાલે ગુજરાત સરકાર ઉપર પ્રહારો કરી કહ્યું કે દિલ્હીમાં કોઈ ઝેરી દારૂ નથી મળતો, અહીં ઝેરી દારૂ મળે છે, નકલી દારૂ મળે છે, ગેરકાયદેસર દારૂ મળે છે, પ્રશાસનની મદદથી ચાલે છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220807_181055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *