Delhi

જગદીપ ધનખડ બનશે દેશના ઉપરાષ્ટ્રપતિ

નવીદિલ્હી
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર જગદીપ ધનખડની જીત થઈ છે. તેમણે વિપક્ષની ઉમેદવાર માર્ગરેટ અલ્વાને ભારે મતોથી હરાવ્યા છે. પરિણામ આવ્યા બાદ જગદીપ ધનખડના ગામમાં જશ્નનો માહોલ છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે શનિવારની સવારે ૧૦ વાગે શરૂ કરવામાં આવ્યું હતું. જે સાંજે ૫ વાગે પૂર્ણ થયું હતું. ચૂંટણીમાં કુલ ૭૨૫ સાંસદોએ મતદાન કર્યું. ત્યારે ૫૦ થી વધુ ઉમેદવારોએ મતદાન કર્યું નથી. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ દેશના દિગ્ગજ નેતાઓએ જગદીપ ધનખડને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરશે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત લગભઘ ૯૩ ટકા સાંસદોએ મતદાન કર્યું, જ્યારે ૫૦ થી વધારે સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો નહીં. અધિકારીઓએ જણાવ્યું કે, સાંજે પાંચ વાગ્યે જ્યારે મતદાન પૂર્ણ થયું. ત્યાં સુધીમાં કુલ ૭૮૦ સાંસદોમાંથી ૭૨૫ સાંસદોએ મતદાન કર્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. મતદાન સવારે ૧૦ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું. સંસદના બંને સદનોને ભેગા કરી કુલ સભ્યોની સંખ્યા ૭૮૮ થયા છે. જેમંથી ઉચ્ચ સદનની આઠ સીટ હાલ ખાલી છે. એવામાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ૭૮૦ સાંસદ મતદાન કરવા યોગ્ય હતા. તૃણમૂલ કોંગ્રેસે પહેલાથી જાહેરાત કરી હતી કે તેઓ મતદાનથી દૂર રહેશે. તેમના બંને સદનોને ભેગા કરીને કુલ ૩૯ સાંસદ છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવાર તેમજ પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડ (૭૧) નો મુકાબલો વિપક્ષની સંયુક્ત ઉમેદવાર માર્ગરેટ અલ્વા (૮૦) સાથે હતો.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *