*રાજકોટ શહેર સાધુવાસવાણી રોડ પરથી S.O.G પોલીસે વિદેશી સીગારેટનો ૧.૬૪ લાખનો જંગી જથ્થો પકડી પાડયો હતો.*
*રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર S.O.G ને મળેલી ચોકકસ બાતમીના આધારે સાધુવાસવાણી રોડ પર આવેલ ટોપલેન્ડ રેસીડેન્સીના બ્લોક નં.૬૬ માં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની વિદેશી સીગરેટના કુલ.૨૭૩ બોકસ મળી આવ્યા હતા. આ બોકસમાં વિદેશી સીગરેટની જુદી જુદી બ્રાન્ડના ૨૭૩૦ પેકેટ મળી આવ્યા હતા. આ સીગરેટની કિં.૧.૬૪ લાખ થાય છે. વિદેશી સીગરેટ પ્રકરણમાં પોલીસે પારસ નવીનભાઇ દોશી ઉ.૩૬ ની ધરપકડ કરીને તમાકુ નીયંત્રણ ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર S.O.G ના પોલીસ ઇન્સપેકટર આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સપેકટર અંસારી સહીતના સ્ટાફે આ કામગીરી કરી હતી. આરોપી વિદેશી સીગરેટનો જથ્થો કયાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો કેટલા વખતથી આ ગેરકાયદેસર કાર્યવાહી કરે છે. સહીતના મુદે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.વાય.રાવલ, એમ.એસ.અંસારી, ઝહીરભાઈ ખફીક, વિજેન્દ્રસિંહ ઝાલા, અઝરૂદિનભાઈ બુખારી, અનિલસિંહ ગોહિલ, સોનાબેન મુળીયા, નાઓએ કામગીરી કરેલ હોય



