ભુજ
ભુજના મિરજાપર હાઇવે પર આવેલા બી.એમ.હ્યુનડાઈ કંપનીના શોરૂમમાંથી તસ્કરો ૧.૨૧ લાખ રોકડા ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે.જે રીતે બનાવ બન્યો છે તે જાેતા જાણભેદુ શખ્સોનો હાથ હોવાની વાતો ઉઠી છે.દરબારગઢમાં રહેતા અને શોરૂમના બોડી શોપ મેનેજર તરીકે ફરજ બજાવતા મીત તુલસીદાસ પરમારે એ ડિવિઝન પોલીસમાં જણાવ્યું હતું કે,દિવસ દરમિયાન ગાડી સર્વિસ,સ્પેરપાર્ટ તથા નવી ગાડીના વેચાણ અર્થે આવેલા રોકડા રૂપિયા ૧.૨૧ લાખ કેશીયર નીરજ સોદાગરે શોરૂમમાં એકાઉન્ટ રૂમની લોખંડની તિજાેરીમાં રાખ્યા હતા. ચોકીદારે ફોન કરીને જાણ કરી હતી કે,કેશીયર રૂમમાં દરવાજાે અને ટેબલનું ખાનું ખુલ્લું છે જેથી તાબડતોબ ઘટનાસ્થળે જઇ તપાસ કરવામાં આવી હતી.જેમાં ચોરી થયાનું જણાઈ આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.કોઈ શખ્સોએ શોરૂમમાં પ્રવેશ કરીને પાછળના ભાગે આવેલી કાચની બારી ખોલી અંદર પ્રવેશી કાચનો દરવાજાે તોડી એકાઉન્ટરૂમની તિજાેરીમાંથી રોકડની ચોરી કરી હતી. શોરૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા કોઈ અજાણ્યા ઈસમો શોરૂમમાં પ્રવેશીને ચોરી કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. પૈસા જે તિજાેરીમાં રાખેલા હતા તે તિજાેરી રૂમમાં અને શોરૂમમાં ક્યાંય જાેવા મળી ન હતી પણ તપાસ દરમ્યાન શોરૂમની પાછળ આવેલા ખુલ્લી જગ્યામાંથી તૂટેલી તિજાેરી મળી આવી હતી.

